Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાપી ખાતે નવી મુંબઈ પોલીસ ઉપર ફાયરિંગ કરનાર આરોપીનાં જામીન નામંજુર કરાયા

  • November 30, 2024 

મહારાષ્ટ્ર ખાતે ૫૦ ગુન્હામાં સંડોવાયેલો આરોપી ૨૦૧૮માં વાપી ખાતે બાતમીને આધારે પકડવા આવેલ નવી મુંબઈ પોલીસ ઉપર ફાયરિંગ કરાયું હતુ. આ કેસમાં આરોપી ફૈયાઝ ખાલિદ શેખે જામીન મુક્ત થવા વાપી કોર્ટમાં કરેલી જામીન અરજી કોર્ટે નામંજૂર કરી હતી.


બનાવની વિગત એવી છે કે, વાપી જી.આઈ.ડી.સી. પોલીસ મથકે મહારાષ્ટ્રનાં ખારગર પોલીસ સ્ટેશનનાં પી.એસ.આઈ. વિક્રાંત મહાદેવ થારકરે ગત તારીખ ૧૫/૭/૨૦૧૮નાં રોજ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ ખારગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા લૂંટના ગુનામાં સંડોવાયેલો આરોપી ફૈયાઝ ખલીદ શેખ વાપી વિસ્તારમાં ફરતો હોવાની બાતમીના આધારે તેને ઝડપી પાડવા ખારઘર પોલીસની ટીમ વાપી આવી હતી. ત્યારબાદ પોલીસે આરોપીની શોધખોળ આદરી હતી. તે સમયે વાપી સેલવાસ રોડ ઉપર ભડકમોરા ચાર રસ્તા પાસે આરોપીની કારને કોર્ડન કરીને તેને પકડવા પ્રયત્ન કરાયા હતા. પરંતુ આ સમયે તેણે પોલીસ ઉપર જ પોતાની પાસે રાખેલી ગનમાંથી ફાયરિંગ કર્યું હતું. અને કાર રિવર્સ લઈને ચાલક નાસી છૂટયો હતો. આ ઝપાઝપીમાં બે પોલીસ કર્મીઓને ઈજા થઈ હતી. આ મામલે વાપી જી.આઇ.ડી.સી. પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી અને ફૈયાઝ શેખની ધરપકડ કરી હતી. તે પછી તે જેલમાં જ હતો. હાલ જામીન ઉપર મુકત થવા માટે આરોપી ફૈયાઝે વાપીની એડીશન સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. તેની સામે ડી.જી.પી. અનિલ ત્રિપાઠીએ કરેલી ધારદાર દલીલો ગ્રાહ્ય રાખીને વિદ્વાન ન્યાયાધીશ ટીવી આહુજા એ આરોપીની જામીન નામંજુર કરતો હુકમ કર્યો હતો.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application