Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ચંદીગઢમાં યોજાયેલી મેયરની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારની જીત થઇ

  • February 01, 2024 

ચંદીગઢ મેયર ચૂંટણીમાં AAP-કોંગ્રેસ ગઠબંધનને મોટો ઝટકો લાગ્યો છે. આ ચૂંટણીમાં બીજેપી ઉમેદવાર મનોજ કુમાર સોનકરે જીત નોંધાવી છે. લોકસભા ચૂંટણી પહેલા આવેલું આ રિઝલ્ટને INDIA ગઠબંધનન માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યું છે. આ ચૂંટણીમાં મનોજ કુમારને 16 મત મળ્યા છે. બીજી તરફ આમ ઉમેદવાર કુલદીપ કુમારને 12 મત મળ્યા હતા. જ્યારે 8 મત રદ કરી દેવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટીએ આ રિઝલ્ટ અંગે બીજેપી પર ધાંધલીનો આરોપ લગાવ્યો છે.


મેયરની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી (AAP) અને કોંગ્રેસે ગઠબંધન કર્યું હતું. સમજૂતી હેઠળ AAPએ મેયર પદ માટે ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા હતો, જ્યારે કોંગ્રેસે ડેપ્યુટી મેયર અને સિનિયર મેયરના હોદ્દા માટે તેના ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા.ચંદીગઢ મેયરની ચૂંટણી માટે મતદાન 18 જાન્યુઆરીએ થવાનું હતું પરંતુ પ્રિસાઈડિંગ ઓફિસર બીમાર પડ્યા બાદ ચંદીગઢ વહીવટી તંત્રએ તેને 6 ફેબ્રુઆરી સુધી ટાળી દીધી હતી. તેની સામે આમ આદમી પાર્ટીએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. કોંગ્રેસ અને AAPના કાઉન્સિલરોએ ચૂંટણી ટાળવાના વહીવટીતંત્રના આદેશનો વિરોધ કર્યો હતો. હાઈકોર્ટે સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે 30 જાન્યુઆરીએ મતદાન કરાવવાનો નિર્દેશ આપ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News