પ્રવાસન અને ધાર્મિક તિર્થ સ્થળો માટે જાણીતા હિમાચલપ્રદેશ અને ઉતરાખંડમાં ભાજપને બંપર સફળતા મળી હતી, હિમાચલની કુલ 4 લોકસભા બેઠકો અને ઉતરાખંડની કુલ 5 બેઠકો પર ભાજપને કલીન સ્વીપ મળી છે. ઉતરાખંડની ટેહરી, ગઢવાલ, અલમોરા, નૈનિતાલ અને હરિદ્વારની બેઠક પરના ભાજપના ઉમેદવારોને એક લાખ કરતા વધુ મતોની સરસાઇ સાથે જીત મળી હતી. હિમાચલપ્રદેશની હમીરપુર સીટ પર કેન્દ્રીયમંત્રી અનુરાગ ઠાકુર કોગ્રેસના ઉમેદવાર અને નજીકના હરિફ કરતા 1.77 લાખની સરસાઇ મેળવી હતી.
મંડી સીટ પર ભાજપના ઉમેદવાર કંગના રનૌતની 74755 મતોથી જીત થઇ હતી. સિમલા બેઠક પર ભાજપના સુરેશકુમાર કશ્યપ પણ કોંગ્રેસના ઉમેદવાર સામે 90 હજારથી વધુ મતોની સરસાઇ મેળવી હતી. કાંગરા બેઠક પર ભાજપના રાજીવ ભારદ્વાજે નજીકના હરિફ આનંદ શર્મા સામે 251895 મતોની સરસાઇથી જીત મેળવી હતી. આ સાથે જ આ બે નાના રાજયોમાંથી બેઠકો મેળવવાથી ઇન્ડિયા ગઠબંધન વંચિત રહી ગયું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500