ગુજરાત રાજ્યની ૩૧ જીલ્લા પંચાયત, ૮૧ નગરપાલિકા તથા ૨૩૧ તાલુકા પંચાયતોની રવિવારે ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં મોટાભાગના મતક્ષેત્રોમાં ૬૦ ટકાથી વધુનું રેકોર્ડ બ્રેક મતદાન થયુ હતુ. ગુજરાતના ગ્રામીણ ભાગો પર વર્ચસ્વ માટે મુખ્ય હરિફ પક્ષો એવા ભાજપ તથા કોંગ્રેસ દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવ્યું હતું.
કોંગ્રેસમાંથી ચોંકાવનારા અહેવાલો સામે આવ્યા છે. જેમાં કોંગ્રેસના બે નેતાઓએ હાર સ્વિકારીને રાજીનામું આપ્યું છે. અમિત ચાવડા અને પરેશ ધાનાણીએ રાજીનામું આપ્યું છે. તેઓ ચૂ્ંટણીમાં હારની જવાબદારી સ્વીકારી છે. કોંગ્રેસ હાઇકમાન્ડને તેઓએ રાજીનામાં મોકલ્યાં છે. તેવામાં કોંગ્રેસના દિગ્ગજ નેતા પરેશ ધાનાણી અને અમિત ચાવડાએ હારની જવાબદારી સ્વીકારી છે. આ સાથે જ તેમણે રાજીનામુ આપવાની જાહેરાત પણ કરી છે.
અહી તાપી જિલ્લાની વાત કરીએ તો, તાપી જિલ્લામાં યોજાયેલા સ્થાનિક સ્વરાજ્યના મતદાનની આજે મત ગણતરી હાથ ધરવામાં આવી હતી જેમાં ચોંકવનારા પરિણામો સામે આવ્યા છે. તાપી જીલ્લા પંચાયતની ૨૬ બેઠકો પૈકી ૧૭ બેઠકો ઉપર ભાજપના ઉમેદવારોએ જીત મેળવી છે. ત્યારે બાકીની ૯ બેઠકો ઉપર કોંગ્રેસના ઉમેદવારોની જીત થઇ છે.
જિલ્લા પંચાયત ચુંટણીના પરિણામો જાહેર થતા તાપી જિલ્લા પંચાયતમાં સૌ પ્રથમવાર ભારતીય જનતા પાર્ટીએ ૧૭ બેઠકો પર વિજય મેળ્યો છે. જિલ્લા પંચાયતની ચુંટણી તરફ નજર કરીએ તો કુલ ૭૫.૨૧ ટકા મતદાન નોંધાયુ હતું. જિલ્લા પંચાયતની કુલ ૨૬ બેઠકો પર થયેલા મતદાનના પરિણામો જાહેર થતા ભારતીય જનતા પાર્ટીએ કુલ ૨૬ બેઠકોમાંથી ૧૭ બેઠકો કબ્જે કરી હતી. જ્યારે કોંગ્રેસના ફાળે ૯ બેઠકો રહેવા પામી હતી.
જિલ્લાના ૨,૮૬,૫૯૪ પુરુષ અને ૨,૯૮,૮૨૭ સ્ત્રી મતદારો મળીને કુલ ૫,૮૫,૪૨૧ મતદારો હતાં. જે પૈકી ૨,૧૯,૭૨૬ પુરુષ અને ૨,૨૦,૫૪૩ સ્ત્રી મતદારો સહિત કુલ ૪,૪૦,૨૬૯ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ભાજપે જે બેઠકો પર જીત હાંસલ કરી છે તેમાં બાલંબા, બોરદા, બુહારી, ચાંપાવાડી, ચીમેર, ડોલવણ, ફુલવાડી, ગડત, કમાલછોડ,મોહિની, નિઝર, પાટી, થાલે, ઉચ્છલ, ઉંચામાળા, વડપાડનેસુ અને વાલોડ બેઠકનો સમાવેશ થાય છે. જ્યારે કોંગ્રેસ પક્ષે આમલગુંડી, ભીમપુરા, બોરખડી, ધજાંબા, ડોસવાડા, ગુણસદા, કરંજવેલ, કેળકુઈ અને વેલદા બેઠકો પર વિજય મેળવ્યો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationકાર્તિક આર્યનની ફિલ્મ 'પતિ, પત્ની ઔર વોહ ટૂ'માં રવિના ટંડનની એન્ટ્રી
November 22, 2024