ગુજરાત સરકારે નાગરિકોને વધુ સારી સેવાઓ પૂરી પાડવા માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે અને આવી જ મહત્વની યોજનાઓમાંની એક આયુષ્માન કાર્ડ છે જે તબીબી કટોકટીના સમયે પરિવારને આર્થિક સહાય પૂરી પાડે છે.
આ કાર્ડ થકી મધ્યમ અને ગરીબ વર્ગના લોકોને દવાખાનામાંથી થતા ખર્ચમાંથી ઉગારી લે છે. ઘણીવાર એવી બીમારી હોય છે જેનો ખર્ચ તેઓ ઉઠાવી શકતા નથી. આવા સમયે આયુષ્માન કાર્ડ થકી બીમારી સમયે થયેલો દવાખાના ખર્ચ માટે આશીર્વાદ સમાન છે. કાર્ડના લાભાર્થીઓ માટે ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે કટોકટીના કિસ્સામાં આ કાર્ડ પરિવારો માટે જીવન બચાવનાર તરીકે કામ કરે છે કારણ કે તે તેમને શ્રેષ્ઠ હોસ્પિટલોમાં સારવાર મેળવવામાં મદદ કરે છે.
વડોદરા શહેર નજીકના ફાજલપુરના સાકરિયાપુરા ગામના રહેવાસી કિરણ ગોહિલે આયુષ્માન કાર્ડની નોંધણી કરાવ્યાના બીજા જ દિવસે તેના પિતાને હાર્ટ એટેક આવ્યો હતો. આ કાર્ડની મદદથી તેમણે તમામ મેડિકલ ખર્ચ ઉઠાવ્યો હતો. આ કાર્ડ તેમના પરિવાર માટે લાઈફલાઈન બન્યું હતું, કારણ કે આ કાર્ડે તેમને આર્થિક સુરક્ષા પૂરી પાડી હતી. જેના થકી તેમના પિતાને એક ખાનગી હોસ્પિટલમાં હૃદયની બિમારી માટે શ્રેષ્ઠ સારવાર મેળવી હતી.
હું એક ફાયનાન્સ કંપનીમાં કામ કરું છું અને મારા પિતા નરેશ ગોહિલ નંદેસરી જી.આઈ.ડી.સી.માં કામ કરે છે. તેમને અત્યાર સુધી ક્યારેય સ્વાસ્થ્ય સંબંધી કોઈ સમસ્યા ન હતી. દવાઓ અને મેડિકલ સ્કીમ તેમણે ક્યારેય લીધી નહોતી. ઑગસ્ટ ૨૦૨૨ ના રોજ તેમણે દીપક ફાઉન્ડેશનના સંગાથ પ્રોજેક્ટની મદદથી તેમના પિતાનું આયુષ્માન કાર્ડ મેળવ્યું હતું અને સંજોગો એવા ઊભા થયા કે બીજા જ દિવસે તેમને હાર્ટ એટેક આવ્યો. પહેલા હું તેમને છાણી વિસ્તારની ખાનગી હોસ્પિટલમાં અને પછી એસ. એસ. જી. હોસ્પિટલ લઈ ગયો જ્યાં તેમણે બે દિવસ સારવાર લીધી. ડોક્ટરોએ અમને વિશેષ હોસ્પિટલમાં લઈ જવાની સલાહ આપી અને અમે તેને બેન્કર હોસ્પિટલ લઈ ગયા. વાઘોડિયા રોડ પર આવેલી હાર્ટ હોસ્પિટલ. ત્યાં મેં ડોક્ટરોને આયુષ્માન કાર્ડ માન્ય હોવા અંગે પૂછ્યું.
તેઓએ વિનંતી મોકલી અને મારા આશ્ચર્ય વચ્ચે તે સ્વીકારવામાં આવી અને હું મારા પિતાનો તબીબી ખર્ચ ઉઠાવવા સક્ષમ છું. આ કાર્ડ મારામાં નવું જીવન આપે છે. અમારા જેવા પરિવારો માટે આવી યોજના લાવવા બદલ હું સરકારનો આભાર માનું છું એમ કિરણ ગોહિલ કહ્યું હતું.આમ આયુષ્યમાન કાર્ડ કિરણ ગોહિલ માટે વરદાન સાબિત થયું કારણ કે તેની મદદથી તેમના પિતા સારી ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવી શક્યા અને તેઓ સારવારનો તમામ ખર્ચ ઉઠાવી શક્યા. તે સામાન્ય વર્ગને આર્થિક સહાય પૂરી પાડે છે. ભારતની જાહેર અને ખાનગી હોસ્પિટલમાં દાખલ થવા માટે દર વર્ષે કુટુંબ દીઠ ૫ લાખ દવાખાના ખર્ચ તરીકે આપવા સરકાર કટીબદ્ધ બની છે. આ અનુભવ પછી કિરણ ગોહિલે તેમના પરિવાર માટે ઇ શ્રમ કાર્ડ અને અન્ય સરકારી યોજનાઓનો લાભ પણ લેવા પ્રેરાયા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500