Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાપીમાં નાણાંમંત્રીના હસ્તે આયુષ્યમાન આરોગ્ય મંદિરનું લોકાર્પણ અને ખાતમુર્હૂત કરાયું

  • January 07, 2024 

ધારાસભ્યએ વલસાડ જિલ્લાના વાપી ખાતે રેલવે સ્ટેશનની બાજુમાં વાલ્મિકી આવાસ ખાતે રૂ.૧.૧૯ કરોડના ખર્ચે નિર્માણ થનાર આયુષ્યમાન આરોગ્ય મંદિરનું ખાતમુહૂર્ત અને ચણોદ ખાતે રૂ.૨૨ લાખના ખર્ચે તૈયાર થયેલા આયુષ્માન આરોગ્ય મંદિરના નવનિર્મિત મકાનનો લોકાર્પણ સમારોહ રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીના અધ્યક્ષપદે યોજાયો હતો. આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું કે, વાપી તાલુકા પંચાયતની બાજુમાં ૧૨૫ બેડની સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આગામી ડિસેમ્બર માસ સુધીમાં તૈયાર કરાશે. જે દેશનો નાગરિક સ્વસ્થ હોઈ તે જ દેશ પ્રગતિ કરી શકે છે.



વડાપ્રધાનશ્રીએ આરોગ્ય કેન્દ્રને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર તરીકે ઓળખ આપી અને હવે આયુષ્યમાન આરોગ્ય મંદિર તરીકે ઓળખ આપી છે. જે ખરેખર યથાર્થ છે. વધુમાં મંત્રીશ્રીએ સમગ્ર દેશને સ્વસ્થ અને સ્વચ્છ દેશ બનાવવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે વલસાડ ડાંગના સાંસદએ જણાવ્યું કે, કનુભાઈ દેસાઈના પ્રયાસને કારણે આરોગ્ય મંદિરનો લાભ લોકોને મળશે. વાપી રેલવે સ્ટેશન બોરીવલી અને સુરત બાદ આવકની દ્રષ્ટીએ ત્રીજો નંબર ધરાવતું હોવાથી વર્લ્ડ કલાસ સ્ટેશન બનાવવામાં આવશે એવી ખાતરી કેન્દ્રિય રેલવે મંત્રીએ આપી છે. ઉમરગામના ધારાસભ્યએ જણાવ્યું કે, વડાપ્રધાનશ્રીના સબળ નેતૃત્વમાં ગામડામાં શહેરી કક્ષાની આરોગ્યલક્ષી સુવિધાઓ મળતી થઈ છે. આરોગ્યના કર્મચારી પણ અહીં રહેશે અને આરોગ્યલક્ષી સેવા આપશે. વલસાડ જિલ્લા પંચાયતના આરોગ્ય ખાતાના એડીએચઓએ સ્વાગત પ્રવચન કર્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application