Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભરૂચ જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા દ્વારા અંકલેશ્વરમાં યોજાયેલા આયુષ મેળોનો નગરજનોએ લાભ લીધો

  • March 21, 2023 

‘આઝાદી કા અમૃત મહોત્સવ’ તેમજ હર દિન હર ઘર આયુર્વેદ અંતર્ગત ગુજરાત સરકારશ્રીના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને નિયામકશ્રી આયુષની કચેરી ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા અને ભરૂચની સરકારી આયુર્વેદ હોસ્પિટલ દ્વારા રોજ સવારે ૯-૦૦ કલાકથી અંકલેશ્વર ખાતે મા શારદા ભવન ટાઉનહોલ, નગરપાલિકા જીનવાલા સ્કૂલ પ્રાંગણમાં આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટયથી કરવામાં કરી ઉપસ્થિત મહાનુભાવોને પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામા આવ્યું હતું.





જિલ્લા આયુર્વેદ અધિકારીએ આયુષ મેળા વિશે લોકોને માહિતગાર કરી જિલ્લામાં આવેલા આયુર્વેદીક દવાખાનાનો પણ લાભ લેવા અપિલ કરી હતી. આ પ્રસંગે, અંકલેશ્વરના ધારાસભ્યએ પ્રાસંગીક પ્રવચન આપતાં કહ્યું હતું કે, આપણા રસોડામાં વપરાતાં મસાલા પણ ઘરેલુ નુસખા તરીકે ઉપયોગી છે. ઘણા રોગોને જળમૂળથી નાશ કરવા આયુર્વેદ સમક્ષ છે. ત્યારે ગામે-ગામ સુધી આયુર્વેદિક દવાઓના ફાયદા અને તેની વિવિધ પદ્ધતિઓનો વિશે લોકો સજાગ બને તે જરૂરી છે. એટલે જ સરકાર આવા કાર્યક્રમો કરીને જનજાગૃતિ કરી રહી છે.






વધુમાં તેમણે ગુજરાતના મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યકત કરતા કહ્યું હતું કે, લોકકલ્યાણનાં કાર્યક્રમો થકી સરકાર સાચા અર્થમાં છેવાડાના લોકો સુધી પહોચી રહી છે. આયુર્વેદિક દવાખાનાનો લાભ લેવાનો અનુરોધ કરતાં કહ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિની દેન એવી આયુર્વેદ ચિકિત્સા પધ્ધતીઓ વિસરાતી જાય છે, ત્યારે ફરી તેને જીવંત કરવાનો સરકારનો સરાહનીય પ્રયત્ન છે. કોરોના બાદ લોકો ફરી આયુર્વેદ તરફ પ્રયાણ કરી રહ્યા છે એ આવકાર્ય બાબત છે. યોગ નિષ્ણાંત દ્વારા યોગ અને પ્રાણાયામ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.






પ્રકૃતિ પરિક્ષણ અને પથ્યા-પચ્ય માર્ગદર્શન લોકો એ મેળવ્યું હતું. તે સાથે ઉપસ્થિત મહાનુભાવોએ વિવિધ સ્ટોલની મુલાકાત પણ લીધી હતી. આયુષ મેળામાં આયુર્વેદિક અને હોમિયોપેથિક નિદાન સારવાર કેમ્પ, અગ્નિકર્મ, મર્મ ચિકિત્સા, પંચકર્મ ચિકિત્સા, આયુષ પ્રદર્શનની,વાનગી પ્રદર્શન વનસ્પતિ પ્રદર્શન રસોડાની ઔષધી પ્રદર્શન દિનચર્યા, ઋતુચર્યા, યોગનિદર્શન, પ્રકૃતિ પરીક્ષણ, પુસ્તક પ્રદર્શન તેમજ આયુર્વેદિક ઉકાળા વિતરણ અને આર્સેનિકા આલ્બમનું વિતરણ કરવામાં આવ્યું હતું. કેમ્પમાં આયુર્વેદિક સેલ્ફી પોઇન્ટ પણ નગરજનોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આ સાથે જ યોગનું કલાત્મક નિદર્શન પણ પતંજલિ યોગ શિક્ષકો દ્વારા કરાયું હતું. આ આયુષ મેળામાં નગર પાલિકા પ્રમુખ, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન, તાલુકા પ્રમુખ અને જિલ્લા પંચાયતના સભ્યો તેમજ અન્ય પદાધિકારીઓ તેમજ જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા આયુર્વેદ અધિકારી, તેમજ આયુર્વેદ શાખાના સ્ટાફ અને મોટી સંખ્યામાં નગરજનો હાજર રહ્યા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News