જે.પી કોલેજ, ભરૂચ ખાતે “NCORD" સમિતિ દ્વારા નાર્કોટીકસ ડ્રગ્સ અંગેની જાગૃતિ માટે શ્રી તુષાર સુમેરા કલેકટરના અધ્યક્ષસ્થાને ખાસ સેમિનારનું આયોજન કરાયું ભરૂચ જીલ્લામાં નશાયુકત પદાર્થોનું ખરીદ-વેચાણ અને હેરાફેરી થતી અટકાવવા તેમજ અસરકારક અને પરીણામલક્ષી કામગીરી થાય તેવા ઉદેશ્ય સાથે જિલ્લાવાસીઓમાં અવેરનેસ આવે તે હેતુથી જિલ્લા કલેકટર શ્રી તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને નાર્કોટીકસની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા માટેની જીલ્લા કક્ષાની “NCORD" સમિતિ દ્વારા NO DRUGS IN BHARUCH CAMPAIGN" અંતર્ગત જયેન્દ્રપુરી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સેમીનારમાં ભરૂચ પોલીસ અધિક્ષકશ્રી મયુર ચાવડની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. સેમિનારમાં શ્રી તુષાર સુમેરા કલેકટર દ્નારા પ્રસંગોચિત ઉદબોધન કરી શિક્ષકોનો રોલ અને તેમની જવાબદારીઓથી તેમને વાકેફ કર્યા હતા. આ કાર્યક્રમમાં માદક દ્રવ્યની ઓળખ, વ્યસનથી થતા નુકસાન તેમજ કાયદાકીય જોગવાઇઓ અંગેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. શિક્ષકો તેમજ પ્રોફેસરોને માદક દ્રવ્યના વ્યસનથી થતા શારીરિક, માનસિક, આર્થિક, સામાજીક નુકશાન વગેરે બાબતો માટે વિદ્યાર્થીઓને માહિતગાર કરે તેમજ વિદ્યાર્થીઓમાં જાગૃતિ ફેલાય તેવા શાળામાં પ્રયત્નો હાથ ધરવા અંગે સુચનો આપી માર્ગદર્શિત કર્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500