Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારા ખાતેની કે.કે.કદમ કન્યા વિધાલયમાં પોસ્કો એકટ-૨૦૧૨ અન્વયે અવેરનેશ સેમીનાર યોજાયો

  • June 27, 2023 

ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તા મંડળ અમદાવાદના માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનુની સેવા સતા મંડળ તાપી દ્વારા નામદાર મુખ્ય જિલ્લા ન્યાયાધીશ એન.બી.પીઠવાનાં અધ્યક્ષ સ્થાને કે.કે.કદમ કન્યા વિધાલય ખાતે પોસ્કો એકટ-૨૦૧૨ના કાયદા અન્વયે અવેરનેશ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અધીક જિલ્લા ન્યાયાધીશ, જિલ્લા કાનુની સેવા સતા મંડળના કુલ ટાઈમ સેક્રેટરી, શાળાના આચાર્યા તથા તમામ શીક્ષકો સહિત વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો.



આ સેમીનારમાં નામદાર મુખ્ય જિલ્લા ન્યાયાધીસ એન.બી.પીઠવા દ્વારા પોસ્કો કાયદા અંગેની જાણકારી આપવામાં આવી હતી. અવેરનેશ પ્રોગ્રામમાં પોસ્કો કાયદાની જોગવા અંગે સરળ શબ્દમાં સમજી શકાય તે રીતે આપવામાં આવી હતી. તેમજ વિના મુલ્યે કાનુની સહાય મેળવવાના અધીકાર બાબતે જાણકારી આપી હતી. જે માટે કોઈ પણ વ્યક્તિ જિલ્લા કક્ષાએ જિલ્લા કાનુની સેવા સતા મંડળના કુલ ટાઈમ સેક્રેટરી અને તાલુકા કક્ષાએ તાલુકા લીગલ સર્વીસ કમીટીના અધ્યક્ષનો સંપર્ક સાધી શકાય તે બાબતે પણ જાણકારી આપવામાં આવી હતી.



આ કાયદા બાબતે વિસ્તારપુર્વક સમજ કેળવી વિવિધ કાયદાકીય જોગવાઈની સમજણ એડીશલ ડીસ્ટ્રીકટ જજ દ્વારા આપવામાં આવી હતી. શાળાના આચાર્યા દ્વારા વિધાર્થીનીઓને પ્રાસંગિક ઉદ્બોધન થકી કાયદા અંગે જાગૃતતા કેળવવામાં આવી હતી. લીગલ અવેરનેશ પ્રોગામમાં કે.કે.કદમ કન્યા વિધાલયમાં અભ્યાસ કરતી ધોરણ ૧૧ તથા ૧રની અંદાજીત ૩૦૦ જેટલી વિધાર્થીનીઓને કાયદા બાબતે સમજ આપી જાગૃતતા કેળવવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application