ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-2022માં મતદાનની ટકાવારી વધારવાની સાથે સાથે જિલ્લાના નાગરિકો ઉત્સાહભેર મતદાન કરવા પ્રેરાય એવા ઉદ્દેશથી જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયા દ્વારા આજે રાજપીપળા કલેક્ટર કચેરી ખાતેથી અવસર લોકશાહીનો અભિયાન અંતર્ગત ધોડેશ્વાર-મોટરસાઇકલ સાથેના પોલીસ જવાનો સાથેના “અવસર રથ”ને લીલી ઝંડી ફરકાવીને પ્રસ્થાન કરાવ્યુ હતું.
આ “અવસર રથ” પ્રસ્થાન વિધિમાં એક્ષપેન્ડીચર મોનીટરીંગના ચીફ કો-ઓર્ડીનેટર અને જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ અધિક્ષકશ સહિત જિલ્લાના અધિકારીઓ વગેરે જોડાયાં હતાં. અચૂક મતદાન માટેની સીગ્નેચર ઝુંબેશમાં જિલ્લાના વરિષ્ઠ સનદી અધિકારીઓ અને કર્મચારીઓએ રથ સાથેના કેન્વાસ ઉપર પોતાના હસ્તાક્ષર કરી અચૂક મતદાનના સામૂહિક શપથ લીધા હતાં.
જિલ્લાના તમામ મતદાન મથકોના મતદારો જાગૃત થાય અને મોટી સંખ્યામાં નાગરિકો મતદાન માટે પ્રોત્સાહિત થાય તથા લોકશાહીના પર્વમા ભાગીદાર બને તે માટે 'મિશન-2022' હાથ ધરવામા આવ્યું છે. ‘હું વોટ કરીશ’ એવા સિગ્નેચર કેમ્પેઇન સાથે આ વિસ્તારોમા અવસર રથ ફરશે અને મતદાન જાગૃતિ માટે વિશેષ પ્રયત્નો કરશે. નર્મદા જિલ્લામાં પધારેલા અવસર રથના માધ્યમથી બે દિવસ દરમિયાન જિલ્લાની નાંદોદ અને દેડીયાપાડા વિધાનસભા બેઠકના વિસ્તારના તાલુકાઓના લો વોટર્સ ટર્ન આઉટ ધરાવતા મતદાર ક્ષેત્રમાં લોકશાહીનાં આ અમૂલ્ય અવસર અંગે જનજાગૃતિ કેળવવામા આવશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500