ગુગલ વેબસાઈટ ઉપર સર્ચ કરીને ola ઇલેક્ટ્રિક બાઇકની ઓનલાઈન ડીલરશીપ લેવાનું તાપી જિલ્લાના એક ડીલરને ભારે પડ્યું છે. ડીલરએ કુલ રૂપિયા ૪,૬૯,૫૦૦/- ભર્યા હતા, જોકે ડીલરને શંકા જતા તપાસ કરતા ભેજા બાજોએ ola ઇલેક્ટ્રિક બાઈકના નામે ફેક વેબસાઈટ બનાવી રૂપિયા ખંખેરી લીધા હોવાનું જાણવા મળ્યું હતું. જોકે ઓનલાઈન છેતરપીંડીનો ભોગ બનનાર ડીલરે વ્યારા પોલીસે ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી અનુસાર વાલોડના સુંદર નગરમાં રહેતા અને વ્યારા ખાતે જનક નાકા પાસે મૈત્રી ઓટો મોબાઇલ્સ નામની ઓફીસ કરી વેપાર કરતા યતીનભાઈ રમેશચંદ્ર શાહ નાઓ ગત તા.૧૫મી ઓગસ્ટ ૨૦૨૧ નારોજ વ્યારા ખાતે તેમના મૈત્રી ઓટો મોબાઇલ્સની ઓફીસ પર હાજર હતા. ત્યારે ગુગલ વેબસાઈટ ઉપર web-www olaelectricdealeship.co.in ઉપર સર્ચ કરતા જેમાં olaelectricdealeship નું ફોર્મ આપેલું હતું જેમાં ડીલર શીપ માટેના ડોક્યુમેન્ટ સબમિટ કરવાના હતા. જેથી પુરાવાઓ સાથે ઓનલાઇન ફોર્મ ભર્યું હતું. ત્યારબાદ તા.૨૦મી ઓગસ્ટ ૨૦૨૧ નારોજ યતીન શાહના આઈડી ઉપર ઈમેલ આવ્યો હતો. જેમાં ola electric mobility private માં મળી ગયા હોવાના લેટર મોકલાવેલ હતો. જેમાં બેંકની વિગતો સામેલ હતી અને રજીસ્ટ્રેશન ફી પેટે રૂ. ૪૯,૫૦૦/- ભરવા માટે જણાવ્યું હતું. બીજા દિવસે યતીન શાહ પર ફોન આવેલ એ લેટર મળી ગયેલ છે કે કેમ ?? તેમ પૂછી રજીસ્ટ્રેશન માટેના રૂપિયા ભરવા માટે જણાવ્યું હતું,
ગત તા.૨૭મી ઓગસ્ટ નારોજ મૈત્રી ઓટો મોબાઇલ્સ નામના બેંક એકાઉન્ટ માંથી ola electric mobility private limited માં રૂ. ૪૯,૫૦૦/- ભર્યા હતા. યતીન શાહને બીજા દિવસે ડીલર શીપ રજીસ્ટ્રેશન થયા અંગેની રસીદ ઈમેલથી મળી ગઈ હતી. અને વોટ્સઅપ મેસેજ પણ મળ્યો હતો અને યતીનભાઈના ફોન પર ફોન પણ આવ્યો હતો. આમ યતનીભાઈને વિશ્વાસમાં લઇ સિક્યુરીટી ડીપોઝીટ પેટે ola electric mobility private limitedના A/C NO- 0286108028502 માં રૂ.૪,૨૦,૦૦૦/- ભરવા જણાવતા તા. ૧-સપ્ટેમ્બર ૨૦૨૧ નારોજ યતનીભાઈએ તેમના ધંધાકીય પાર્ટનર સાર્થક અગ્રવાલ નાઓના સોનગઢ એસબીઆઈના બેંક એકાઉન્ટ માંથી ૨,૧૦,૦૦૦/- તેમજ યતીન શાહ નામે વ્યારા ખાતેથી HDFC બેન્કમાંથી ૨,૧૦,૦૦૦/- મળી કુલ રૂપિયા ૪,૨૦,૦૦૦/- RTGS થી કેનેરા બેંકના એકાઉન્ટ ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ તા.૩-સપ્ટેમ્બર-૨૦૨૧ નારોજ યતીનભાઈને ઈમેલ પર રસીદ અને ટેલીફોનીક વાત કરી ડીલર શીપ કન્ફર્મ થઇ ગઈ હોવાની વાત કરવામાં આવી હતી અને કંપનીના માણસો એકાદ અઠવાડિયા યતીનભાઈની ઓફીસ પર વિઝીટ કરવા આવશે તેમ જણાવ્યું હતું. અને કેટલી ગાડીઓ જોઈએ છે ? તેમ પૂછતા યતનીભાઈએ ૩૦ ગાડીઓ જોઈતી હોવાનું જણાવ્યું હતું.
ત્યારબાદ એક ઈમેલ દ્વારા યતીનભાઈને જણાવવામાં આવે છે કે, કેવા કલરની ગાડીઓ જોઈએ છે તે નક્કી કરવાનું કહેવામાં આવ્યું હતું અને ૩૦ મોટર સાયકલનું ૪૦ ટકા પેમેન્ટ ભરવું પડશે તેમ જણાવ્યું હતું. અને વોટ્સઅપ અને ઈમેલ પર બેંકની વિગત મોકલી હતી. જેમાં ola electric mobility private limited ના નામનું SBI A/C NO- 36077185043, Branch koramangala, bengaluru, હતું અને અગાઉ કેનેરા બેંકના એકાઉન્ટ નંબરની વિગત આપી હતી. અને પછી SBI ના બેંક વિગત આપતા યતીનભાઈ શાહને શંકા જતા વ્યારા ખાતે આવેલ એસબીઆઈ બેંકમાં પૂછપરછ કરતા SBI A/C NO- 36077185043 ના ખાતા ધારક તરીકે ola electric mobility private limited નાઓનું નામ ન હતું પરંતુ SBI બ્રહ્મબારડા બ્રાંચ જી.જજપુર-ઓરિસ્સાનું એકાઉન્ટ જાણવા મળ્યું હતું, જેથી યતીનભાઈ ola electric.com વેબ સર્ચ કરી વિગત મેળવતા ola electric બાઈક કંપનીમાં ડીલર શીપ માટે કોઈ પેમેન્ટ જમા થયું ન હોવાનું જાણવા મળ્યું હતું.
આમ web-www olaelectricdealeship.co.in નામની વેબસાઈટ ફેક હોવાનું જાણવા મળતા યતીનભાઈ શાહ નાઓ ઓનલાઈન છેતરપીંડીના ભોગ બન્યા હોવાની ફરિયાદ વ્યારા પોલીસ મથકે કરી હતી જેમની ફરિયાદના આધારે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application