શહેરના ડિંડોલી સાંઈ પોઈન્ટ નજીક ટીઆરબી પર છરા વડે હુમલાનો પ્રયાસનો વીડિયો વાઇરલ થતા ચર્ચાનો વિષય બન્યો હતો. બે દિવસ પહેલાં મોડી સાંજે મોપેડ સવાર ત્રણ જણાં અકસ્માતે સ્લીપ થયા બાદ પડી ગયા હતા. જેને લઇને પોલીસ સ્ટાફ દોડી ગયો હતો. જેમાં ત્રણ પૈકી એકે છરો કાઢી પોલીસ સ્ટાફ અને ફરજ પર હાજર ટીઆરબી જવાન પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ડીંડોલી સાંઈ પોઇન્ટના પોલીસ કર્મચારીએ જણાવ્યું હતું કે, શુક્રવારના રોજ આરોપીની ઓળખ થઈ જતા તેની સામે ફરિયાદ નોંધાવવાની કામગીરી હાથ ધરાઈ છે.
ડિંડોલી સાંઇ પોઇન્ટ પાસે બે દિવસ પહેલાં એક મોપેડ પર ત્રણ જણાં સવાર થઇને પસાર થઇ રહ્ના હતા. ત્યારે અચાનક જ તેની મોપેડ સ્લીપ થઇ જતાં ત્રણેય જણાં નીચે પટકાયા હતા. ત્યાં હાજર પોલીસ કર્મી અને ટીઆરબી જવાન મદદે દોડી આવ્યા હતા. પરંતુ ત્રણ પૈકી એકે છરો કાઢી પોલીસ સ્ટાફ અને ટીઆરબી જવાન પર હુમલો કર્યો હતો. જેથી સાવધાની પૂર્વક એનો પ્રતિકાર કરી પકડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આરોપી મોપેડ પર ભાગી ગયા હતા. પરંતુ આ આખી ઘટના મોબાઈલમાં કેદ કરી લીધી હતી. જોકે, આ બાબતે ટ્રાફિક પી.એસ.આઇ. વી.વી ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, ઘટના બુધવારની મોડી સાંજની હતી અને મોપેડ સવાર ત્રણ જણા અકસ્માતે સ્લીપ ખાય ગયા બાદ પડી ગયા હતા. જેને લઈ પોલીસ સ્ટાફ દોડીને બચાવ કામગીરી માટે ગયો હતો.
જોકે, મોપેડ સવાર ત્રણ પૈકી એકે છરો કાઢી પોલીસ સ્ટાફ અને ફરજ પર હાજર ટીઆરબી જવાન પર હુમલાનો પ્રયાસ કર્યો હતો. ટીઆરબી જવાન પર છરા વડે હુમલાનો પ્રયાસ કરનાર આરોપી રીઢો અને હત્યા કેસનો આરોપી હોવાનું બહાર આવ્યું છે. એટલું જ નહીં પણ પેરોલ પર જેલમાંથી બહાર આવ્યા બાદ મોજ મસ્તી માટે રખડતા હોય એમ કહી શકાય છે. ડિંડોલી સાંઈ પોઇન્ટ નજીક ટીઆરબી જવાનને છરો બતાવી હુમલાનો પ્રયાસ કરનાર નરોત્તમ નગર, નવાગામનો રહેવાસી દયાવાન ઉર્ફે બંટી અશોક પાટીલ હોવાનું બહાર આવ્યું છે. પહેલી સપ્ટેમ્બરે રાત્રે સાડા આઠ વાગ્યે ટીઆરબી જવાન પીન્ટુ અમર બહાદુર વર્માએ પોતાની ઉપર થયેલા હુમલાના પ્રયાસને લઈ શુક્રવારની મોડી રાત્રે ફરિયાદ નોંધાવતા પોલીસે તમામની સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500