Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મોટા બંધારપાડા ગામે જમીન ખેડવા મુદ્દે વિધવા મહિલા ઉપર ટ્રેક્ટર ચઢાવી કચડી દેવાની કોશિશ-એસપી ને ફરિયાદ કરાઈ

  • May 29, 2021 

સોનગઢના મોટા બંધારપાડા ગામે જમીન ખેડવા મુદ્દે વિધવા મહિલા ઉપર ટ્રેક્ટર ચઢાવી કચડી દેવાની કોશિશ કરવામાં આવી હોવાની અરજી વિધવા મહિલાએ બંધારપાડા આઉટ પોસ્ટ પોલીસ મથકે કરી હતી જોકે ત્યાં ફરજ પરના કહેવાતા જમાદારે કોઇપણ પ્રકારની કાર્યવાહી ન કરતા મહિલાએ ન્યાય મેળવવા જીલ્લા એસપીને લેખિતમાં રજૂઆત કરી હતી.

 

 

 

 

મળતી માહિતી અનુસાર સોનગઢ તલુકાના મોટા બંધારપાડા ગામની એક વિધવા મહિલા અરુણાબેન રમેશભાઈ ગામીત અને તેમની પુત્રી કરિશ્માબેન રમેશભાઈ ગામીતના ઓની બાપદાદાની ખેતીની જમીન આવેલ છે અને તેઓ ઘણા વર્ષથી ખેતી કરતા આવેલ છે. જે ખેતરમાં ગત તા.21મી એપ્રિલના રોજ સવારે ટ્રેક્ટર લઈ બાબુભાઈ, દિલીપભાઈ, રાગુબેન, ઉષાબેન નંદલીબેન અને સ્નેહલભાઈ (તમામ રહે.મોટા બંદરપાડા, બજાર ફળિયું,તા.સોનગઢ) નાઓએ ખાતા નંબર-114 વાળી જમીનમાં આવ્યા હતા.વિધવા મહિલાએ પુર પરછ કરતા ધાકધમકી આપવા લાગેલ તેમજ જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી. ત્યારબાદ વિધવા મહિલાની જમીનમાં ખેડતા રોકવા જતા ચાલુ ટ્રેકટર ઉપર ચઢવાની કોશિશ કરી હતી. બનાવ અંગે મહિલાએ કસુરવારો સામે બંધારપાડા આઉટ પોસ્ટ પોલીસ મથકે ફરિયાદ કરી હતી તેમછતાં ફરજ પરના જમાદારે કોઇપણ પ્રકારની કાર્યવાહી હાથ ન ધરતા મહિલાએ સોનગઢ પોલીસને અરજી કરી હતી ત્યાં પણ મહિલાને ન્યાય નહી મળતા આખરે વિધવા મહિલાએ જીલ્લા પોલીસ વડાને લેખિતમાં રજૂઆત કરી હતી.

 

 

 

 

મહિલાએ જીલ્લા પોલીસ વડાને રજૂઆત કરતા જમાદારે વિધવા મહિલાને પોલીસ મથકે બોલાવી આરોપીની જેમ આખો દિવસ બેસાડી રાખ્યો ..

મહિલાએ જીલ્લા પોલીસ વડાને રજૂઆત કર્યા બાદ ગુરુવારે વિધવા મહિલાને સોનગઢ પોલીસ મથકે બોલાવામાં આવી હતી જ્યાં મહિલાને આખો દિવસ બેસાડી રાખ્યા બાદ બીજા દિવસે પોલીસ મથકે બોલાવ્યા હતા.જોકે બીજા દિવસે પોલીસ મથકે પહોચેલી મહિલા સાથે પોલીસે ઓરમાયું ભર્યું વર્તન કર્યું હતું અને સામે પક્ષ વાળાઓએ પણ ફરિયાદ કરી હોવાનું જણાવી પોલીસે સામસામે થયેલી ફરિયાદના આધારે બનાવ દાખલ કરી સમગ્ર મામલો રફેદફે કર્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application