Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નિઝરનાં રાયગઢ ગામે ગર્ભવતી મહિલા તથા તેના પરિવાર ઉપર હુમલો કરનાર 6 લોકો સામે ગુનો નોંધાયો

  • April 29, 2024 

નિઝર તાલુકાનાં રાયગઢ ગામે ગર્ભવતી મહિલા તથા તેના પરિવાર પર 6 શખ્સોએ હુમલો કરતા મામલો  પોલીસ મથકે પહોંચતા પોલીસે આ ઘટનામાં કાયદેસરની ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, નિઝર તાલુકાનાં રાયગઢ ગામનાં હનુમાન ફળિયામાં રહેતા કર્ણાવતીબેન ચૌધરીને અને તેમના પરિવારના માતા-પિતા સહિતનાં સભ્યોને 6 જેટલા લોકોએ જેમાં ગંભીરસિંહ વિઠ્ઠલભાઈ નાઈક, રાજેશ્રીબેન ગંભીરસિંહ નાઈક, વિશ્વજીત ગંભીરસિંહ નાઈક, આનંદદીપ ગંભીરસિંહ નાઈક, ભાવનાબેન ગંભીરસિંહ નાઈક અને માધુરીબેન ગંભીરસિંહ નાઈક (તમામ રહે.રાયગઢ ગામ, નિઝર)નાઓએ ભેગા મળી મારામારી કરી હતી. જ્યારે ગર્ભવતી કર્ણાવતીબેનના ગર્ભાશયને નુકસાન પહોંચાડવા તેમજ મકાનની ખુલ્લી જગ્યા બાબતે અવાર-નવાર ઝઘડો કરતા હોય જે અંગે કર્ણાવતીબેને નિઝર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application