સુરતના પોલીસ કમિશ્નર દ્વારા નવાપુરા-ગોલવાડામાં આયોજીત લોક દરબારમાં અશાંત ધારા મુદ્દે રજૂઆત કરનાર બજરંગ દળના સક્રીય સત્સંગ પ્રમુખને રસ્તામાં આંતરી બેલ્ટ વડે માર મારવા ઉપરાંત કોલર પકડીને ઘસડી જતા વાતાવરણ તંગ થઇ ગયું હતું.
ગત શુક્રવારે નવાપુરા-ગોલવાડ વિસ્તારમાં પો. કમિ. અજય તોમરે લોકદરબારનું આયોજન કર્યુ હતું. જેમાં બજરંગ દળના સક્રીય સત્સંગ પ્રમુખ અને વિશ્વ હિન્દુ પરિષદના સક્રિય કાર્યકર તથા યુવા રાણા સમાજના કમિટી સભ્ય પીન્કેશ બિપીન રાણા (ઉ.વ. 32 રહે. પુરબીયા શેરી, નવાપુરા-ગોલવાડ, મહિધરપુરા) એ મહિધરપુરા વિસ્તારમાં મુસ્લિમો દ્વારા ખરીદાતી મિલકતો અને અશાંતધારા મુદ્દે રજૂઆત કરી હતી. જેની અદાવતમાં મોપેડ પર જઇ રહેલા પીન્કેશને બેગમપુરા બ્રાહ્મણ ફળીયા પાસે પલ્સર બાઇક સવાર ત્રણ મુસ્લિમોએ મોપેડને કટ મારી દેખ કે ચલાના ગાડી, દિખાઇ નહીં દેતા એમ કહી ઝઘડો કર્યો હતો.
પીન્કેશે તુ દેખ કે ચલા એમ કહેતા વેંત ત્રણેય જણાએ યે બડા હિન્દુ નેતા બન કે ઘુમ રહા હૈ, ભાઇ ઇનકો મારો એમ કહી બેલ્ટ વડે માર મારી કોલર પકડી ઘસડીને ગણેશ આમલેટની સામે થઇ પાણીની ટાંકી ચાર રસ્તા સુધી લઇ ગયા હતા. પીન્કેશને બચાવવા તેના મિત્ર યજ્ઞેશ પટેલ અને દુષ્યંત વચ્ચે પડતા તેમને પણ માર માર્યો હતો. જો કે પીન્કેશે કોલ કરતા તુરંત જ પોલીસ ઘસી આવી હતી. પોલીસે લોક દરબારમાં રજૂઆત કર્યાની અદાવતમાં માર મારનાર નાસીર, અરમાન, ઝહીર, જાવેદ, આદીલ, આસીફ, જાવેદ લંગડો, યુસુફ સહિતના ટોળા વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500