ગેંગસ્ટરમાંથી રાજકારણી બનેલા અતીક અહેમદે હાલમાં ઉત્તર પ્રદેશમાં ઉમેશ પાલ હત્યા કેસમાં સંડોવાયેલા હોવાની કબૂલાત કરી છે. ઉત્તર પ્રદેશ પોલીસે ગુરુવારે પ્રયાગરાજ કોર્ટના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (CJM) સમક્ષ રજૂ કરેલી રિમાન્ડ નોટમાં જણાવ્યું કે અતીકની પત્નીએ તેને ગુજરાતની સાબરમતી જેલમાં સિમ અને મોબાઈલ ફોન પૂરો પાડ્યો હતો.
આ ઘટસ્ફોટ સાબરમતી જેલની સુરક્ષા વ્યવસ્થામાં રહેલી ક્ષતિઓ અંગે પ્રશ્નો ઉભા કરે છે.
પોલીસ નોંધ મુજબ, પૂછપરછ દરમિયાન એવું બહાર આવ્યું કે અતીકની પત્ની, શાઇસ્તા જ્યારે અતીક અને અશરફની મુલાકાતે ગઈ ત્યારે સિમ કાર્ડ અને મોબાઈલ ફોન લેવા માટે જવાબદાર હતી. અતીકે પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે તે અને અશરફ બંને જેલમાં હોવાથી, ઉમેશ પાલની હત્યાના કાવતરામાં સામેલ રોકડ, શસ્ત્રો અને માણસો અંગેની તમામ વિગતો શાઇસ્તા અને અસદને પહોંચાડવામાં આવી હતી.
કેસના સંબંધમાં સીજેએમ પ્રયાગરાજ દ્વારા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફને 14 દિવસની ન્યાયિક કસ્ટડી અને પાંચ દિવસના પોલીસ રિમાન્ડમાં મોકલવામાં આવ્યા હતા.અતીકનો પુત્ર અસદ અહેમદ,જે આ જ કેસમાં વોન્ટેડ હતો,તાજેતરમાં જ ઝાંસીમાં ઉત્તર પ્રદેશ સ્પેશિયલ ટાસ્ક ફોર્સ સાથેના એન્કાઉન્ટરમાં તેના સાથી ગુલામ સાથે માર્યો ગયો હતો. ઉમેશ પાલ પૂર્વ BSP ધારાસભ્ય રાજુ પાલની હત્યા કેસમાં સાક્ષી હતો અને તેની હત્યા ફેબ્રુઆરીમાં પ્રયાગરાજમાં થઈ હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500