મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢનાં નવા RTO ચેક પોસ્ટ ખાતેથી એક શંકાશીલ યુવકને વગર પાસ પરમિટે દારૂનાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી, જયારે સુરત જિલ્લાનાં ચાર ઈસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ, સોનગઢ પોલીસ સ્ટેશનનાં માણસો રવિવારનાં રોજ સાંજે અલગ અલગ ખાનગી વાહનમાં બેસી સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા.
તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, સોનગઢ RTO ચેક પોસ્ટ ખાતે બ્લેક ટી-શર્ટ તથા બ્લુ કલરનું જીન્સનું પેન્ટ પહેરેલ એક ઈસમ પોતાના પાસે એક સફેદ કલરનો કાપડનો થેલો તથ એક પીળા કલરનો પ્લાસ્ટિકનો કોથળો પોતાના પાસે ઉભો રાખીને ઉભેલ હતો અને જે થોડી થોડી વારે પોતાની પાસે રહેલ થેલો તથા કોથળો લોકોની નજરથી છુપાવવા પ્રયત્નો કરે છે અને જેની હરકતો શંકાશીલ લાગતાં પોલીસને મળેલ બાતમીના આધારે બાતમવાળી જગ્યા ઉપર પહોંચતા ઈસમને કોર્ડન કરી તેનું નામ પૂછતા રિતેશભાઈ ગુલાબચંદ મંદાના (ઉ.વ.24., રહે.નંદુરબાર, સિંધી કોલોની, તા-જિ.નંદુરબાર)નાં હોવાનું જણાવ્યું હતું.
ત્યારબાદ પોલીસે યુવક પાસેના કોથળામાં તપાસ કરતા ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ 31 નંગ બોટલો મળી આવી હતી જેની કિંમત રૂપિયા 37,820/- અને 1 નંગ મોબાઈલ મળી કુલ રૂપિયા 47,820/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો જોકે મુદ્દામાલ વિષે વધુ પૂછપરચ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે, આ મુદ્દામાલ પ્રેમાભાઈ રામચંદ્ર મોટવાણી અને જયભાઈ ગગનદાસ રાજપાલ (બંને રહે.નંદુરબાર, સિંધી કોલોની)નાંએ આપેલ હતો અને આ મુદ્દામાલ સુરત ખાતેના ફતેશ શંકરલાલ લોહાર (રહે.રાંદેર, સુરત) અને પિયુષભાઈ (રહે.જહાંગીરપુરા)નાઓને આપેલ હતો. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદના આધારે ઝડપાયેલ યુવક રિતેશ મંદાના વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી, જયારે આ કામે ચાર ઈસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500