કોરોના સંક્રમણના ધટાડા સાથે સિવિલ અને સ્મિમેર હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર ધટાડો થયો છે. એક સમયે બન્ને હોસ્પિટલોમાં ૨૦૦૦થી વધુ કોરોનાના દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા. જેમાં સતત ધટાડો થતા આજે ૯૬ જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. હાલની પરિસ્થિતિ જોઈએ તો સિવિલ હોસ્પિટલમાં ૪૦ દર્દીઓ પૈકી ૨૧ પોઝીટીવ દર્દીઓ, બે શંકાસ્પદ અને ૧૭ નેગેટીવ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. વિગતે જોઈએ તો ૩ દર્દીઓ ઈન્વેઝીવ વેન્ટીલેટર, ૯ બાયપેપ પર, ૨૪ ઓકિસજન જયારે ૪ દર્દીઓ રૂમ એર પર સારવાર મેળવી રહ્યા છે. જયારે છેલ્લા ૨૪ કલાકમાં ૬ દર્દીઓ સ્વસ્થ થતા રજા આપવામાં આવી હતી.
સ્મિમેર હોસ્પિટલમાં ૫૬ દર્દીઓ પૈકી ૩૦ પોઝીટીવ, ૨ શંકાસ્પદ અને ૨૪ નેગેટીવ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જેમાં ૩૦ પોઝીટીવ દર્દીઓ પૈકી ૧ વેન્ટીલેટર, ૨ બાયપેપ, ૧૮ ઓકિસજન પર અને અન્ય ૯ દર્દીઓ નોર્મલ એર રૂમ પર સારવાર લઈ રહ્યા છે. સ્મિમેરમાંથી છેલ્લા ૨૪ કલાકમાં ૪ દર્દીઓ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500