કુદરતના ખોળે વસેલા તાપી જિલ્લાના આમણીયા ગામ નજીક આવેલા સુંદર આંબાપાણી ઈકો ટુરિઝમ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. વ્યારાથી માત્ર 30 કિ.મી ના અંતરે આવેલું આંબાપાણી ખાતે ગાઢ જંગલો વચ્ચે આવેલા આ પ્રવાસન સ્થળને સરકારે ઈકો ટુરિઝમ જાહેર કરેલું છે.
વિવિધ સુવિધાઓ માટે રૂા.૨.૨૨ કરોડના ખર્ચે વિકાસલક્ષી કામો કરવામાં આવ્યા
તાપી જિલ્લાના આંબાપાણીના પ્રવાસન સ્થળ બારેમાસ ફરવાલાયક સ્થળો છે. તાપી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિકસાવવામાં આવેલ ઈકો ટુરિઝમ સહેલાણીઓ માટે એક યાદગાર સંભારણું બન્યું છે. ત્યારે અહીં વિવિધ સુવિધાઓ માટે રૂા.૨.૨૨ કરોડના ખર્ચે વિકાસલક્ષી કામો કરવામાં આવ્યા છે.
પુર્ણા નદીના કિનારે આવેલ આંબાપાણી ઈકો ટુરિઝમ ખાતે પ્રવાસીઓ ભરપુર આનંદ માણી રહ્યા છે.
પુર્ણા નદીના કિનારે આવેલ આંબાપાણી ઈકો ટુરિઝમ પ્રવાસીઓ માટે ફૂડકોર્ટ,ગઝેબો,કિચન વીથ ડ્રીંકીંગ ફેસીલીટી, ટ્રે હાઉસ,મેઈન ગેટ,ચિલ્ડ્રન પ્લે એરિયા વીથ ઈકવીપમેન્ટ,પર્કીંગ ફેસીલીટી,પેવીંગ એન્ડ કબિંગ વર્ક, બોટીંગ ડેક,સીટીંગ બેન્ચ,રીનોવેશન વર્ક ઓફ એકઝેસ્ટીંગ ટોયલેટ,રીનોવેશન ઓફ ટેનમ્ટ એરિયા પ્લીન્થ, રીનોવેશન અફો એકઝેસ્ટીંગ વિઝીટ સેન્ટર,ઈલેકટ્રીકલ લેન્ડસ્કેપ વિગેરે ઉભા કરાયા છે. અહી પ્રવાસીઓ ભરપુર આનંદ માણી રહ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500