Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાજપીપલાનાં ભ્રહ્યમપુત્ર હોસ્ટેલ ખાતે “વિશ્વ પર્યાવરણ દિવસ”ની પ્રાકૃતિક સૌંદર્ય અને હરિયાળી વચ્ચે વૃક્ષારોપણ કરી જિલ્લા કક્ષાની ઉત્સાહભેર ઉજવણી કરાઈ

  • June 05, 2023 

માહિતી વિભાગ દ્વારા નર્મદા, આજે સમગ્ર વિશ્વ સૃષ્ટિના વાતાવરણમાં થઈ રહેલા અસાધારણ પરિવર્તનોથી ચિંતિત છે ત્યારે ગુજરાત રાજ્ય સહિત સમગ્ર દેશમાં ૫ મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસની 'બીટ પ્લાસ્ટિક પોલ્યુશન' થીમ સાથે જનજાગૃતિ કાર્યક્રમો દ્વારા ૫૦મો વિશ્વ પર્યાવરણ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. રાજ્યકક્ષાનો કાર્યક્રમ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા બનાસકાંઠાના અંબાજી ખાતે વિવિધ પ્રકલ્પોના લોકાર્પણથી ક્યુ.આર.(QR) કોડ લોન્ચીંગ કરી ઉજવવામાં આવ્યો હતો.


૫ મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ તેમજ મિશન લાઇફની સામૂહિક ગતિશીલતાની ઉજવણીના ભાગરૂપે નર્મદા જિલ્લામાં ભરૂચ-નર્મદા સાંસદ મનસુખભાઈ વસાવાની વિશેષ ઉપસ્થિતિ અને અધ્યક્ષસ્થાને 'પ્લાસ્ટિકથી થતા પ્રદૂષણ નિવારણ' થીમ અંતર્ગત રાજપીપલાની ગુજરાત ફોરેસ્ટ રેન્જર કોલેજ ભ્રહ્યમપુત્ર હોસ્ટેલ વડીયા પેલેસ કેમ્પસ ખાતે જિલ્લા કક્ષાના કાર્યક્રમની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સાંસદએ જણાવ્યું કે, માનવીનું જીવન પ્રકૃતિ અને જીવસૃષ્ટિ પર આધારિત છે. વનો નષ્ટ થશે તો આદિવાસીઓનું જીવન આવનારા સમયમાં જોખમમાં મૂકાશે.


પૃથ્વીનો પ્રત્યેક જીવ એક યા બીજી રીતે પર્યાવરણ સાથે જોડાયેલો છે. પર્યાવરણ સંરક્ષણ જાળવણી માટે આજે આપણે સૌ સંકલ્પબદ્ધ બનીએ અને નાના-મોટા પ્રયાસ કરી વૃક્ષો વાવીએ, જતન કરીએ. કેન્દ્ર-રાજ્ય સરકાર દ્વારા વૃક્ષોના જતન માટે અનેકવિધ પ્રયાસો અને યોજનાઓ અમલમાં મૂકી છે. તેમાં પણ સારી કામગીરી થઈ રહી છે. જેથી વન વિભાગ દ્વારા પર્યાવરણના સંરક્ષણ માટે વધુ લોકોને પ્રોત્સાહન મળે તે માટે પ્રયત્નો કરે અને પ્રત્યેક નાગરિકે પોતાની સૃષ્ટિ પર્યાવરણને બચાવવા દેશના યોગદાનમાં પોતાની જવાબદારી સમજીને સહભાગી થઈ ગુજરાતને હરિયાળું વનોથી ભરપુર બનાવે તે આજના સમયની માંગ છે.


સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું કે, હું કેન્દ્રમાં મંત્રી હતો તે વખતે અને પર્યાવરણ અંગે ૧૦ વર્ષમાં જેટલી પણ મિટીંગો થઈ તેમાં એક પણ મિટીંગમાં હું ગેરહાજર રહ્યો નથી. પર્યાવરણ અને આદિજાતિના હિતની વાતો હું દરેક કાર્યક્રમમાં કરું છું. ગત વર્ષોમાં કોરોના મહામારી આવી હતી પણ માલસામોટ જેવા વિસ્તારમાં એક પણ કોરોના કેસ નોંધાયો નથી. ત્યાંનું વાતાવરણ અને વૃક્ષોનું ઓક્સિજન આપવાની પ્રક્રિયા અમૂલ્ય છે. અને તેમણે ઉદ્યોગોને ટકોર કરતા જણાવ્યું કે, તેમાં પણ વૃક્ષ ઉછેરમાં ટાર્ગેટ પ્રમાણે વૃક્ષારોપણ કરી પર્યાવરણની જાળવણીમાં મદદ કરે, જેટલા વૃક્ષો વાવીએ તે મોટા થાય તેનું જતન થાય તે પણ જરૂરી છે.


અને વૈજ્ઞાનિકોને પણ કહેવા માંગુ છું કે, માનવીને જીવસૃષ્ટિને નુકસાન થાય તેવા સંશોધનો અને ઘાસને નાશ કરવાની દવાઓનો ઓછો ઉપયોગ કરવા ખેડૂતોને હિમાયત કરું છું. પ્રાકૃતિક ખેતી કરો, સૃષ્ટિના જતન થાય તેવું કાર્ય કરો, છોડમાં પણ રણછોડ છે. તેમ જણાવ્યું હતું. પ્રધાનમંત્રી કુસુમ યોજના અંતર્ગત સરકારની સિદ્ધિઓ અને પર્યાવરણ રક્ષણ માટેની કામગીરી અંગે પણ લોકોને જાગૃત કરતા સાંસદ વસાવા ઉમેર્યુ હતુ કે, આદિવાસીઓનું જીવન પર્યાવરણ અને પ્રકૃતિ સાથે જોડાયેલું છે.


કોરોનાના સુરક્ષાકવચ તરીકે વનસ્પતિ ઔષધિયોનો જ ઉપયોગ કરીને લોકોને નવજીવન મળ્યું છે. સાંસદ વસાવાએ વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણની જાળવણી માટે સંદેશો આપી વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરવા અપીલ કરી હતી. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસનું અંબાજી ખાતેથી આયોજિત કાર્યક્રમનું જીવંત પ્રસારણ સાથે સૌ ઉપસ્થિત અધિકારી-પદાધિકારીઓ સહિત લોકોએ નિહાળ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application