એક સંકલ્પ' વિષયક કાર્યક્રમ, ડાંગ જિલ્લાના એકમાત્ર 'એસ્પિરેશનલ બ્લોક' સુબિર ખાતે યોજાઈ ગયો. કાર્યક્રમ ઉજવણીના ભાગરૂપે એસ્પિરેશનલ બ્લોક સુબીરમાં સમાવિષ્ટ ૨૯ જેટલી ગૃપ ગ્રામ પંચાયતોમાં 'સંકલ્પ સપ્તાહ'ની ઉજવણીના ભાગરૂપે 'સ્વચ્છ ભારત મિશન ગ્રામ્ય' અંતર્ગત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા 'સ્વચ્છતા હી સેવા' કાર્યક્રમ તળે, અનેકવિધ સ્વચ્છતાલક્ષી કાર્યક્રમો યોજાયા હતા.
“સ્વચ્છતા-એક સંકલ્પ” આધારીત આયોજિત આ કાર્યક્રમોમાં સ્વચ્છ ઘર, સ્વચ્છ ગામ, સ્વચ્છતા સે સ્વાસ્થ્ય કી ઓર, અને સેનિટેશનના કાર્યક્રમો યોજાયા હતા. જેમાં સ્વચ્છતાલક્ષી અનેકવિધ પ્રવૃત્તિઓ હાથ ધરાઈ હતી. બાળકોની પ્રભાતફેરી સાથે સ્વસહાય જૂથો દ્વારા સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત કેટલીક મહત્વપૂર્ણ સાઇટ પર સ્વચ્છ ઘર, ગાંવ ઔર ગ્રામ પંચાયતનો કાર્યક્રમ, ખાસ ગ્રામસભા, સ્કુલોમાં લાભાર્થીઓ દ્વારા ચિત્રકામ, વ્યક્તિગત સોલિડ એન્ડ લિક્વિડ વેસ્ટ મેનેજમેન્ટ (SLWM), સંપત્તિ અને સામુદાયિક નક્કર અને પ્રવાહી કચરો વ્યવસ્થાપન (SLWM) સંપત્તિ, સ્વચ્છતા અંગેની સપથ અને ODF માટે સંકલ્પ, રંગોળી સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, અને નિબંધ સ્પર્ધા, ચર્ચાસભા વિગેરે કાર્યક્રમ યોજાયા હતા. સુબીર તાલુકાની દરેક સ્કુલોમાં 'સ્વચ્છતા સે સ્વાથ્ય કી ઓર' વિશેની ચિત્રકામ સ્પર્ધા અને નિબંધ સ્પર્ધામાં કુલ-૮૫૦ બાળકોએ ભાગ લીધો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500