આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત તા.૧૨મી માર્ચ અમદાવાદ ખાતેથી પ્રારંભ થયેલી દાંડી યાત્રા આજે પંદરમા દિવસે દેરોલ હાઇસ્કૂલથી નીકળેલી બપોરે સેવાશ્રમ–ભરૂચ ખાતે આવી પહોંચી હતી અને બપોરનું વિશ્રામ સ્થળ રાજપૂત છાત્રાલય ખાતે રાખવામાં આવ્યું હતું.
બપોરના વિશ્રામ બાદ રાજપૂત છાત્રાલય-ભરૂચ ખાતેથી ખુશનુમાભર્યા વાતાવરણમાં નીકળેલી દાંડી યાત્રા ભરૂચના પાંચબત્તી, સોનેરી મહેલ, લલ્લુભાઇના ચકલા થઇ નવચોકીના ઓવારાથી નર્મદા નદી પાર કરી દાંડીયાત્રિકો હોડીમાં બેસી અંકલેશ્વર ખાતે પહોંચ્યા હતા.
અંકલેશ્વર ખાતે દાંડીયાત્રિકો પહોંચતા વહીવટી તંત્ર તથા આગેવાન પદાધિકારીઓ ધ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ભરૂચથી અંકલેશ્વર સુધીની દાંડીયાત્રા દરમ્યાન મહાત્મા ગાંધી અમર રહો, ભારત માતા કી જય, વંદેમાતરમ જેવા નાદથી શહેરીજનો દેશભકિતના રંગે રંગાયા હતા. રાત્રિ રોકાણ દરમ્યાન અંકલેશ્વર ખાતે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ થયો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500