અંકલેશ્વર ખાતે આદિવાસી સમાજ ના યુવાનો એ તાલુકા સેવા સદન ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી એક આવેદનપત્ર પાઠવ્યું હતું.આવેદનપત્ર માં જણાવવામાં આવ્યું હતું કે અન્ય જાતિને આદિવાસી સમાજના ખોટા પ્રમાણપત્ર આપવા આવે છે,જેવા વિવિધ પડતર પ્રશ્ર્નો બાબતે સમગ્ર અંકલેશ્વરના આદિવાસી સમાજ ના યુવાનો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, સાથે સાથે આવેદનપત્ર માં વધુમાં જણાવ્યું હતું કે ખોટા પ્રમાણપત્ર લેનાર અને આપનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી આદિવાસી સમાજના યુવાનોએ માંગણી કરી હતી.
મહત્વની બાબત છે કે ખોટા પ્રમાણ પત્રો અન્ય જાતિના લોકોને આપવામાં આવતી હોવાની બુમો છેલ્લા ઘણા સમયથી આદિવાસી સમાજ માંથી સામે આવી રહી છે, ભૂતકાળમાં પણ આ પ્રકારની બાબતો અંગે ખુદ ભરૂચ જિલ્લાના સાંસદ મનસુખ ભાઈ વસાવા તેમજ ઝઘડિયાના ધારાસભ્ય અને આદિવાસી અગ્રણી નેતા છોટુ ભાઈ વસાવાએ પણ મામલે અવાજ ઉઠાવ્યો હતો જે બાદ હવે વિધાનસભા ચૂંટણીઓ પહેલા આદિવાસી સમાજ માં ખોટા પ્રમાણ પત્રો નો મુદ્દો વધુ એક વાર ગુંજતો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application