Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નવસારી જિલ્લામાં યુધ્ધના ધોરણે સર્વેની કામગીરી કરી કેશડોલ્સ ચૂકવણી કરવામાં આવી

  • July 18, 2022 

નવસારી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા યુધ્ધના ધોરણે સર્વેની કામગીરી કરી સહાય/કેશડોલ્સની ચૂકવણી કરવામાં આવી રહી છે. નવસારી જિલ્લામાં ૯૦ ટીમો દ્વારા સર્વેની કામગીરી કરવામાં આવી હતી. આ માટે રાજય સરકાર દ્વારા બે એડિશનલ કલેકટર તથા પાંચ નાયબ કલેકટરની ફાળવવામાં આવ્યા હતાં.




જિલ્લામાં ભારે વરસાદના કારણે થયેલ નુકશાનીનાં સર્વેમાં નવસારી (શહેર)માં ૪૫ ટીમો દ્વારા કામગીરી કરવામાં આવી હતી. જેમાં ૧૧,૪૪૧ વ્યકિતઓને કેશડોલ્સ ચૂકવવાપાત્ર છે. જેમાંથી ૭,૬૬૨ વ્યકિતઓને રૂા.૪૨ લાખથી વધુ રકમ ચૂકવાઇ ગઇ છે.૩૭૭૯ વ્યકિતઓને કેશડોલ્સ ચૂકવવાના બાકી છે. ચૂકવણીની કામગીરી ચાલુ છે. નવસારી ગ્રામ્યમાં ચાર ટીમો દ્વારા સર્વેની કામગીરી કરાઇ હતી. સર્વેમાં ૧૩૯૯ વ્યકિતઓને ચૂકવાપાત્ર હતાં તેઓને કુલ રૂા.૨,૭૬,૫૪૦/- ચૂકવવામાં આવ્યા હતાં.




જલાલપોર તાલુકાની ૪ ટીમો દ્વારા સર્વેની કામગીરી કરવામાં આવી હતી. આ સર્વેમાં ૨૬૭૨ વ્યકિતઓને કેશડોલ્સ રૂા.૪,૨૭,૧૬૦/- ચૂકવવામાં આવ્યાં હતાં. ગણદેવી શહેરમાં ૧૪ ટીમો દ્વારા સર્વે કરી ૫૯૦૧ વ્યકિતઓને રૂા.૧૮,૩૩,૩૬૦/- ચૂકવવામાં આવ્યાં હતાં. ગણદેવી ગ્રામ્યમાં ચાર ટીમો દ્વારા સર્વે કરી ૮૭૨૮ વ્યકિતઓને રૂા.૯,૧૨,૦૨૦ ચૂકવવામાં આવ્યાં હતાં. જયારે વાંસદા તાલુકામાં ૯ ટીમો દ્વારા ૨૯૪ વ્યકિતઓને ૭૩૪૮૦ ચૂકવણી કરવામાં આવી હતી.




નવસારી જિલ્લામાં કુલ ૯૦ ટીમો દ્વારા ૬૫,૫૦૩ વ્યકિતઓમાંથી ૬૧,૭૨૪ વ્યકિતઓને રૂા.૨,૦૪,૦૭,૪૪૦/- ચૂકવવામાં આવ્યાં છે. બાકી રહેલા ૩૭૭૯ વ્યકિતઓને કેશડોલ્સ ચૂકવવાની કામીગીરી ચાલુ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application