Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બારડોલીનાં 300 જેટલા સ્કૂલ વર્ધી મારતા વાન અને રિક્ષા ચાલકો બે દિવસથી હડતાળ પર ઉતરતા વાલીઓની મુશ્કેલી વધી

  • June 19, 2024 

બારડોલી તાલુકાનાં 300 જેટલા સ્કૂલ વર્ધી મારતા વાન અને રિક્ષા ચાલકો બે દિવસથી હડતાળ પર ઉતરતા વાલીઓની મુશ્કેલી વધી ગઈ છે. વાન અને રિક્ષા ચાલક એસો. હડતાળ યથાવત રાખી મામલતદાર અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપશે તેવી રણનીતિ વચ્ચે આ હડતાળમાં ફાટા પડ્યા છે. જે વાહન ચાલકો પાસે પરમીશન છે તેવા વાહન ચાલકો આજથી શાળાએ વર્દી મારવાનું ચાલુ કરશે તેમ જણાઈ છે. જ્યારે જેઓની પાસે RTOનાં નિયમ પ્રમાણે પરમીટ અને પાર્સિંગ વીમો કરાવવામાં આવ્યો નથી તેવા સ્કૂલ વર્દીધારી વાહન ચાલકો અને સાથે વાલીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે.


ગત શનિવાર સાંજથી સ્કૂલવાન અને રિક્સા ચાલકોએ RTOનાં કડક નિયમો સામે હડતાળનો આરંભ કર્યો હતો. જેનું નિરાકરણ હજુ આવ્યુ નથી. બારડોલી નગરમાં RTO દ્વારા ચેકિંગ દરિમયાન 5 વાહનોને 45 હજાર દંડ ફટકારવામાં આવ્યો હતો. જે દંડ વાહન ચાલકો ભરવામાં અસમક્ષ હોવાથી બારડોલી તાલુકાના 300 જેટલા સ્કૂલની વર્ધી મારતા વાન અને રિક્ષાચાલકો હડતાળ પર ઉતરી ગયા હતા. જેના કારણે સૌથી વધુ તકલીફ વાલીઓને થઈ હતી. જોકે આ મામલે એવું જણાવા મળી રહ્યું છે કે, જે વાહન ચાલકો પાસે RTOની પરમીશન છે અને સ્કૂલ વહન તરીકે વિદ્યાર્થીની લઈ જવા લાવવા માટે પરમીશન ધરાવે છે તેવા વાહનો ચાલકો આજથી પોતાની કામગીરી ચાલુ કરશે.


પરંતુ તે વચ્ચે જેની પાસે કોઈ પરમીશન નથી તેવા સ્કુલ વર્દી ધીર વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે અને જેના કારણે પરમીશન વગરના વાહનોમાં પોતાના બાળકોને સ્કૂલે મોકલતા વાલીઓ પણ ધક્કે ચડયા છે. સ્કુલ વાહન તરીકે વર્ધી મારતા વાહન ચાલકો RTOની કડકાઈના કારણે હડતાળ પર ઉતરતા બારડોલીમાં સ્કૂલ પોતાના સંતાનોને મુકવા લેવા માટે દોડાદોડી કરવી પડી હતી. જયારે મંગળવારે પણ વાન અને રિક્ષા ચાલકો હડતાળ યથાવત રાખી બારડોલી મામલતદાર અને પ્રાંત અધિકારીને RTOનાં નિયમમાં છુટછાટ આપવા માટે આવેદનપત્ર આપવાનું આયોજન કરાયું હતું. જોકે તે વચ્ચે જે વહન ચાલકો પાસે પરમીશન છે તેવા વાહન ચાલકો આજે બુધવારથી પોતાના વાહનો મારફતે વિદ્યાર્થીઓને સ્કૂલે મુકવા-લેવા જવાની કામગીરી શરૂ કરશે એમ જાણવા મળે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application