નર્મદાના નીરે 53 વર્ષ જૂનો વિક્રમ તોડી નાંખ્યો હતો અને દીવા અને હાંસોટ રોડને પૂરના પાણીએ જળબંબાકાર બનાવી દીધો હતો. પૂરના પાણી ઓસરવા લાગ્યાં છે પણ હજી કેટલીય સોસાયટીઓ પાણીમાં ગરકાવ છે. અંકલેશ્વરની અંદાજે 65 જેટલી સોસાયટીઓમાં નર્મદા નદીના પાણી ભરાય જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા સોમવારની રાતથી મોટા-ભાગની સોસાયટીઓના મકાનમાંથી પાણી ઓસરી ગયું હતું. જોકે મકાનમાંથી પાણી નીકળતા તબાહીના દ્રશ્યો સર્જાયા હતા 5,500થી વધુ મકાનો આર્થિક નુકશાન થતા રહીશોમાં તંત્ર સામે રોષ ફેલાયો છે.
તેમજ મોટા-ભાગની સોસાયટીઓના મુખ્ય માર્ગ અને આંતરિક માર્ગ ઉપર હજુ પણ ઘૂંટણ સમા પાણી ભરાઈ રહેતા લોકોને મુશ્કેલીમાં મુકાયા છે. પૂરના પાણીના તેજ પ્રવાહે અંકલેશ્વર શહેરની સોસાયટીના રહીશોને ઘર-વખરી ખસેડવા નો મોકો પણ ન આપ્યો તેજ ગતિ એ સોસાયટી ના મકાનમાં પહેલા માળ સુધી પાણી ભરાઈ જતાં રહીશો મુશ્કેલીમાં મુકાય ગયા હતાં. અનેક સોસાયટીમાં બચાવ કામગીરી કે અન્ય સહાય કે ફૂડ પેકેટ કે પીવા ના પાણી સુદ્ધાં પૂરના 48 કલાક સુધી પણ ના મળ્યા હતા જેને લઇ લોકોમાં છૂપો રોષ જોવા મળ્યો હતો. ઘરવખરી, ફ્રિજ ટીવી, અનાજ અને વાહનો સહીતની વસ્તુ પાણીમાં પલળી જતા ભારે નુકસાન પહોંચ્યું છે.
ઘર બહાર પાર્ક કરેલ વાહન કાર કે પછી બાઈક હોય દૂર સુધી પાણી તણાઈ ને પડ્યા હતા. 2500થી 3000 ટુ વ્હીલર અને બાઈક પૂરના પાણીમાં ક્ષતિ ગ્રસ્ત બન્યા હતા. જોકે મોટાભાગની સોસાયટીઓના મુખ્ય માર્ગ અને સોસાયટી ના આંતરિક માર્ગો ઉપર હજુ પણ પાણી ભરાયેલા રહેતા સફાઈ કામગીરીમાં વિલંબ થઇ રહ્યો છે જોકે સફાઈ કામગીરીમાં વરસાદ વિલન બન્યો હતો. હજી કોઇ અમારી મદદે આવ્યું નથી લોકોએ જણાવ્યું હતું કે, આજીવન કમાઈ કરી વસાવેલા સરસામાન સંપૂર્ણ ખલાસ થઇ ગયો છે. તો બાજુ ની સોસાયટી ના રહીશો જણાવ્યું હતું કે આજે 48 કલાક થઇ ગયા પણ કોઈ મદદ મળી નથી હજુ સુધી પાણી પણ તંત્ર એ પહોચાડ્યું નથી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500