Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મહારાષ્ટ્રમાં કોરોના અને ઓમીક્રોનના દર્દીની સંખ્યામાં વધારો થતાં રાજ્ય સરકારે આકરા પગલા લેવાની કામગીરી હાથ ધરી

  • December 30, 2021 

મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં કોરોનાની ત્રીજી લહેર લગભગ આવી ચૂકી છે દરરોજ કોરોના દર્દીઓની અને ઓમીક્રોનના દર્દીની સંખ્યામાં ધરખમ વધારો થતાં રાજ્ય સરકાર ચિંતામાં પડી ગઈ છે અને આકરા પગલાં લેવાની કામગીરી હાથ ધર્યા છે. ચાલુ વર્ષની વિદાય અને નવા વર્ષના સ્વાગત માટે જાહેર સ્થળો પર ભીડ નહીં કરવાની સરકારે અપીલ કરી છે. એટલું જ નહી કોરોના પ્રતિબંધક ઉપાયો યોજનાનો અમલ નહીં કરનારા સામે કડક પગલાં લેવાશે અને આકરો દંડ વસુલ કરાશે તેવી ચીમકી સુવિધા આપવામાં આવી છે. જોકે ઓમીક્રોનના નવા 85 દર્દી નોંધાયા છે આથી મહારાષ્ટ્રમાં ઓમીક્રોનનાં દર્દીની સંખ્યા વધીને 253 થઈ છે.જ્યારે કોરોનાનાં નવા 3900 કેસ નોંધાયા છે અને 20 દર્દીના મોત થયો છે એમ રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યુ હતું, જ્યારે ગતરોજ કોરોના 1306 દર્દી સાજા થતાં તેઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપ્યા છે. રાજ્યમાં અત્યારે કોરોનાના 14065 દર્દી રાજ્યની વિવિધ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. રાજ્યમાં હાલમાં 1,22,906 લોકો હોમ આઇસોલેશનમાં છે. જ્યારે 905 લોકો સંસ્થાત્મક આઈસોલેશનમાં છે. જ્યારે રાજ્યમાં ઓમીક્રોનના નવા 85 દર્દી નોંધાયા છે આથી રાજ્યમાં ઓમીક્રોમના દર્દીની સંખ્યા વધીને 253 થઈ છે. જેમાં મુંબઈમાં 53, નાગપુરમાં 3, પિપંરી-ચિચવડ 6, નવી મુંબઈમાં 5, પુણે શહેરમાં 4, પનવેલમાં 2, કોલ્હાપુરમાં 1,  બુલઢાણામાં 1, કલ્યાણ ડોમ્બીવાલી 5, વસઈ વિરાર 2, ભિવંડી-ની ઝામપુર 1, થાણે-1 અને પુણે ગ્રામીણમાં 1 દર્દીનો સમાવેશ થાય છે તેવું  રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application