Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉકાઈડેમમાંથી ૯૮ હજાર ક્યુસેક પાણી છોડવાનું યથાવત

  • September 15, 2021 

ઉકાઈડેમની સપાટી તેના રૂલલેવલને વટાવી લેતા તંત્રવાહકો દ્વારા ડેમની સપાટીનુ રૂલ લેવલ જાળવી રાખવા માટે ડેમમાં ૨૮ હજાર ક્યુસેક પાણીની આવક હોવા છતાંયે ડેમમાંથી ૯૮ હજાર ક્યુસેક પાણી છોડવાનુ ચાલુ રાખતા સપાટીમાં નજીવો ઘટાડો થયો છે. તો બીજી તરફ તાપી નદીમાં નવા નીર આવતા બંને કાઠે વહેલા વાગી છે.

 

 

 

 

ઉપરવાસમાં થોડા દિવસ પહેલા પડેલા ભારે વરસાદને કારણે દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈડમમાં તબક્કાવાર રીતે આવતા પાણીના આવરાને કારણે સપાટીમાં સતત વધારો થઈ તેના રૂલ લેવલ ૩૪૦ ફુટને વટાવી ગઈ હતી. સપાટી રૂલ લેવલ કરતા દોઢ ફુટ વધી ગઈ હતી. જેના કારણે તંત્રવાહકો દ્વારા સપાટીને મેઈન્ટેન્ટ કરવા માટે ડેમમાંથી ૨૨ હજાર ક્યુસેકથી પાણી છોડવાની શરુ્આત કરી હતી અને તબક્કાવાર રીતે  પાણીના જથ્થામાં વધારો કરી હવે ૯૮ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યા છે.

 

 

 

 

ડેમમાંથી પાણી છોડવાની શરુઆત કરતા સપાટીમાં ઘટાડો થઈ રહ્યો છે બીજી તરફ ઉપરવાસમાં પણ વરસાદનું જોર એકદમ નરમ પડ્યું છે પરંતુ સપાટી જાળવી રાખવા માટે પાણી છોડવાનું યથાવત રાખ્યું છે આજે સવારે દસ વાગ્યે ડેમની સપાટી ૩૪૦.૧૬ ફુટ, ડેમમાં ૨૮.૭૫૨ ક્યુસેક પાણીની આવક નોધાઈ હતી છતાંય તેની સામે ડેમમાંથી ૯૮,૫૯૭ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું હતું. ડેમમાંથી સતત છોડવામાં આવતો પાણીનો આવરો તાપી નદીમાં આવી પહોચતા નદી બંને કાંઠે વહેવા લાગી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application