Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લામાં સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત દિવ્યાંગ બાળકો માટે સાધન સહાય વિતરણ કરાઇ

  • December 29, 2022 

સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત દિવ્યાંગ બાળકો માટે સાધન સહાય વિતરણ તેમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વ્યારામાં બીઆરસી ભવન ખાતે તાલુકો ડોલવણ, તાલુકો વાલોડ અને તાલુકો વ્યારાના ધોરણ 1 થી 12 માં અભ્યાસ કરતા જરૂરિયાતમંદ દિવ્યાંગ બાળકો માટે સાધન સહાયનું વિતરણ જિલ્લા પંચાયત પ્રમુખના અધ્યક્ષસ્થાને તથા જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા શિક્ષણ સમિતીના ચેરમેનની ઉપસ્થિતીમાં કરવામાં આવ્યું હતું. જેમાં 186 કુલ બાળકોએ લાભ લીધો તથા 16 પ્રકારના અલગ-અલગ સાધનો દિવ્યાંગ બાળકોને વિતરણ કરવામાં આવ્યા હતા.




જેમ કે ટ્રાઇસિકલ ચેર કેલીપર એમઆરપીટ જેવી અલગ અલગ વસ્તુઓ રાજ્ય કચેરી દ્વારા ફાળવવામાં આવેલ આ સાધનોનો આજે વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં મહાનુભાવોએ બાળકો અને વાલીઓને પ્રોત્સાહન આપતા અભ્યાસમાં સતત આગળ વધવા પ્રેરણા આપી હતી. આ સાથે તાપી જિલ્લા તંત્ર સદાય દિવ્યાંગ બાળકોને મદદરૂપ થવા માટે પ્રતિબધ્ધ છે એવો વિશ્વાસ આપ્યો હતો. કાર્યક્રમમાં આ સાથે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી બીઆરસી કોડિટર તમામ તાલુકા-જિલ્લા તેમજ જિલ્લા વિભાગના તમામ સ્પેશિયલ એજ્યુકેશન મિત્રો હાજર રહી સક્રિય પ્રસાસો દ્વારા તમામ જરૂરિયાતમંદ બાળકોને લાભ અપાવ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application