ભારતની પરંપરાગત ખેત પેદાશો શ્રી અન્ન (મિલેટસ) ની ખેતી અને તેના ઉપયોગને પ્રોત્સાહન આપવા વડાપ્રધાનશ્રીની હિમાયતના પગલે સંયુકત રાષ્ટ્રએ વર્ષ–૨૦૨૩ને “આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ'' તરીકે ઉજવવાનું નક્કી કર્યુ છે ત્યારે મિલેટ વર્ષની જીલ્લા કક્ષાની ઉજવણી કરવા માટે આઈ.સી.ડી.એસ. શાખા. જીલ્લા પંચાયત, તાપી-વ્યારા દ્વારા ડો.બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે જિલ્લા વિકાસ અધિકારી તથા ધારાસભ્યની ઉપસ્થિતિમાં મિલેટસ વાનગી સ્પર્ધા યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં આંગણવાડી બહેનો દ્વારા મિલેટ્સમાંથી વિવિધ વાનગીઓ બનાવવામાં આવી હતી જેવી કે મિલેટ્સની ભેલ, જુવાર અને બાજરીના લોટની ઇડલીના, ગલીની સુખડી, લાડુ, કેક, પિઝા, નાગલીની ઇડલી, લાલ જુવારના લોટ શીરો, મિક્ક્ષ લોટ અને મેથી ભાજીના મૂઠિયા જેવી વાનગીઓ બનાવવામાં આવી હતી.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી મિલેટસનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે, તદુંરસ્ત સમાજનું નિર્માણ થશે તો જ દેશની પ્રગતિ થશે. તદુંરસ્ત જિવનની સામે મિલકતની કોઇ કિંમત નથી. તેમણે મિલેટ્સ આજના સમયની માંગ છે એમ કહી સૌને પોતે મિલેટ્સનો ઉપયોગ કરવા અને બીજા ૧૦ લોકોને મિલેટ્સનો ઉપયોગ કરાવવા ખાસ અનુરોધ કર્યો હતો. ધારાસભ્યએ આંગણવાડી બહેનોની કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું કે, આજે બહેનો દુનિયા બદલી શકે છે, જેટલું ધ્યાન બાળકોના માતા-પિતા નહી રાખી શકતા એટ્લુ ધ્યાન આગણવાડીની બહેનો બાળકોનું રાખે છે.
ડો.બી.કે દાવડાએ ખાસ મીલેટ્સના ક્વિન ગણાતી જુવારની ઉપયોગિતા અને તેના ફાયદા અંગે વિગતે ચર્ચા કરી હતી. આ પ્રસંગે આઈ.સી.ડી.એસ.નાં પ્રોગ્રામ ઓફિસરે સ્વાગત પ્રવચન કરતા શ્રી અન્ન “મિલેટ્સ અંગે માહિતી આપી હતી અને સૌને મિલેટ્સને પોતાના જિવનમાં અપનાવવા જણાવ્યું હતું. તેમજ વાનગીઓનું નિદર્શન કરવા માટે જિલ્લાના અધિકારોશ્રીઓ તેમજ અન્ય શાખામાંથી પણ નિર્ણાયકોએ આમંત્રિત કરી વાનગી સ્પર્ધાનું નિરીક્ષણ કરી પ્રથમ, દ્રિતીય અને તૃતીય નંબર આપી આંગણવાડી બહેનોને પ્રોત્સાહિત કરી શુભેચ્છાઓ પાઠવી હતી. જેમાં પ્રથમ ઇનામ ગોરૈયા-૨ આંગણવાડી કેન્દ્રના વર્કર આશાબેન હરેશભાઈ ગામીત, જુવાર અને બાજરીના લોટની ઇડલીની વાનગીને પ્રાપ્ત થયું હતું. જ્યારે દ્વિતીય ઇનામ કહેર-2 આંગણવાડી કેન્દ્રના વર્કર દિવ્યાબેન ચૌધરી-ઢેબરાની વાનગી, ત્રીજુ ઇનામ હેતુલાબેન ગામીત આંગણવાડી કેન્દ્ર સીંગપુર-૨- ફણગાવેલા કઠોળની વાનગી માટે આપવામાં આવ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500