તાપી જિલ્લામાં વિદ્યાર્થીઓને પરીક્ષા પહેલા તેમજ પરીક્ષા દરમ્યાન કોઇપણ પ્રકારની મૂઝવણ હોય તો તે દૂર કરી શકાય તે બાબતે માર્ગદર્શન આપતા વિડિયો જનરલ હોસ્પીટલના મનોચિકિત્સક ડૉકટરો ડૉ.ટ્વીંકલ પટેલ અને ડૉ.ભરત જાદવના સહકારથી બનાવી વિડીયો Collector & DM, Tapiની યુટ્યુબ ચેનલ ઉપર અપલોડ કરવામાં આવ્યાં છે. જે વિડિયો વધુમાં વધુ વિદ્યાર્થીઓ અને વાલીઓ નિહાળી માર્ગદર્શન મેળવી પરીક્ષાનો હાઉ દૂર કરવા જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા આરોગ્ય વિભાગ, જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા જાહેરજનતાને નમ્ર અપીલ કરવામાં આવી છે.
આ અંગે વધુ માર્ગદર્શન મેળવવા હેલ્પલાઇન નંબર–મો. ૬૩૫૯૯૧૧૪૭૭ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. નોંધનિય છે કે, તાપી જિલ્લામાં આવેલ ૧૫૮ માધ્યમિક શાળાઓ પૈકી કુલ-૨૩ શાળાઓના ૨૩ તજજ્ઞો શિક્ષકો દ્વારા ધોરણ-૧૦ અને ૧૨ (સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ)માં સરળતાપૂર્વક ઉતીર્ણ થઇ શકાય તે માટે કુલ-૫૭ માર્ગદર્શક વિડીયો બનાવી “પરીક્ષા સેતુ પ્રકલ્પ” કાર્યક્રમ અંતગર્ત જિલ્લાની યુટ્યુબ ચેનલ Collector & DM Tapi પર અપલોડ કરવામાં આવેલ છે. આ વિડીયો તાપી જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરી માર્ચ-૨૦૨૩માં પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને પરીક્ષા સંદર્ભે તૈયારી કરવા માર્ગદર્શક બની રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application