રાજ્યમાં પોલીસ ખાતાને લઈને ગાંધીનગરમાંથી મોટા સમાચાર મળી રહ્યા છે. પોલીસ ખાતાને લઈ જાહેરાત કરવામાં આવી છે કે, રાજ્યમાં ASIને હંગામી બઢતી આપવામાં આવી છે, બઢતી પામેલા ASIને ગૃહ વિભાગ દ્વારા PSI તરીકે પ્રમૉટ કર્યા છે. ગૃહ વિભાગ દ્વારા દિવાળી ટાણે આ શુભ સમાચાર આવ્યા છે. બઢતી મળેલા ASIની દિવાળી સુધારી ગઈ છે. પોલીસ બઢતીને લઇ ગૃહ વિભાગે આજે જાહેરાત કરી હતી. તેમને કહ્યું કે, 538 જેટલા જુનિયર કક્ષાના ASIને PSI તરીકે હંગામી બઢતી આપવામાં આવી છે. આ નિર્ણયથી રાજ્યમાં PSIની ઘટ્ટ ઓછી થઇ શકે છે.
લાંબા સમયથી આ 538 જેટલા ASI બઢતીની રાહ જોઈ રહ્યા હતા જેની આતુરતાનો ગૃહ વિભાગ જાહેરતા કરી અંત કર્યો છે અને તમામને હંગામી બઢતી મળી છે. આ સિવાય પણ ગુજરાત પોલીસના બે DySPને SP તરીકે બઢતી આપી છે. ગૃહ વિભાગે ATSના DySP કે. કે. પટેલ અને સુરત ક્રાઈમ બ્રાંચના ACP ભાવેશ રોજીયાને SP તરીકે આઉટ ઓફ ટર્ન પ્રમોશન આપ્યા છે. ગુજરાત પોલીસમાં આ કેડરમાં પ્રકારે પ્રમોશનનો નિર્ણય પહેલી વખત લેવાયો છે. DySP કે. કે. પટેલને SP મરીન ટાસ્ક ફોર્સ કમાન્ડર ગાંધીધામ-કચ્છ તરીકે નિમણૂંક અપાય છે. જ્યારે ભાવેશ રોજીયાને નાયબ પોલીસ કમિશનર ક્રાઈમ-2 સુરત તરીકે નિમણૂંક આપવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application