Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરતમાં કોરોનાના અજગરી ભરડામાં નવા ૧૧૦ સપડાયા, એકનુ મોત:મૃત્યુઆંક ૮૩૧

  • September 05, 2020 

સુરત શહેર સહિત જીલ્લામાં ફરીથી કોરોના વાયરસનો કહેર વધી રહ્ના છે.છેલ્લા બે દિવસથી કોરોના વાયરસનો આંકડો વધવાને કારણે તંત્રમાં ચિંતા જાવા મળી હતી. તે દરમ્યાન શુક્રવારે સુરતમાં ૧૧૦ કેસ નોîધાયા છે. આ સાથે શહેર-જીલ્લામાં કુલ પોઝિટિવની સંખ્યા ૨૧,૮૭૨ પર પહોîચી છે. કોરોનાને કારણે એકનું મોત થતાં કુલ મૃતાંક ૮૩૧ થયો છે. કોરોનાને મ્હાત આપી અત્યાર સુધીમાં ૧૮,૨૬૬ લોકો ઘરે પરત ફર્યા છે. હાલ સિવીલ અને સ્મિમેર હોસ્પિટલમાં ૨૫૨ દર્દીઓ સારવાર લઇ રહ્ના છે. જયારે સિવીલ , સ્મિમેર સહિત અન્ય હોસ્પિટલોમાં ૭૬૧ એકટીવ કેસો છે.

 

શહેરમાં ૭૦ અને જીલ્લામાં ૪૦ કેસ , કુલ પોઝીટીવ આંક ૨૧,૮૭૨ પર પહોîચ્યો

 

સુરત શહેર અને જીલ્લામાં કોરોના વાયરસના કેસોમાં ફરીથી ઉછાળો નોધાયો છે.તંત્ર દ્વારા કોરોના વાયરસના કેસો કંઇ રીતે ઓછા થાય તે માટે તમામ તકેદારીના પગલા લેવાયા હોવા છતાં કેસોમાં વધારો નોîધાતા તંત્રમાં પણ ચિંતા દેખાઇ રહી છે. ખાસ કરીને શહેરના કતારગામ , અઠવા અને રાંદેર ઝોનમાં કેસોની સંખ્યા ઓછી થવાના બદલે વધી રહી છે. તે માટે પાલિકાએ ફરીથી એકશનમાં આવી અનેક પગલાઓ લેવા માંડ્યા છે. તે દરમ્યાન શુક્રવારે બપોર સુધી સુરત શહેરમાં ૭૦ કેસ નોધાયા છે.

 

આ સાથે શહેરમાં ૧૭,૦૬૪ કેસો નોîધાઇ ચુકયા છે. જયારે જીલ્લામાં કેસોની સંખ્યામાં વધારો નોîધાતા જીલ્લા આરોગ્ય તંત્ર પણ દોડતુ થયુ છે. બપોર સુધી ૪૦ કેસ નોîધાયા છે. આ સાથે જીલ્લામાં પણ કોરોનાનો પોઝીટીવ આંક ૪,૮૦૮ કેસો નોધાયા છે. આમ સુરતમાં અત્યાર સુધી કુલ પોઝીટીવ આંક ૨૧,૮૭૨ પર પહોîચ્યો છે. જયારે એકનું મોત નિપજતા અત્યાર સુધી ૮૩૧ ના મોત નિપજયા છે. આ ઉપરાંત કોરોનાને મ્હાત આપી મોટી સંખ્યામાં દર્દીઓ સાજા થઇ રહ્ના છે. અત્યાર સુધી કોરોનાને મ્હાત આપી ૧૮,૨૬૬ દર્દીઓ સાજા થઇ ઘરે પરત ફર્યા છે. આમ રીકવરી રેટ લગભગ ૮૪ થી ૮૫ ટકા થયો છે.

 

નવા નોîધાયેલા કેસોમાં સરકારી કર્મચારીઓ, કાપડના વેપારી સહિત ટેક્ષટાઈલ સાથે સંકળાયેલા કર્મચારીઓ, રત્નકલાકાર તેમજ અન્ય ધંધા વ્યવસાઈઓ સહિત અનેકના કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. આમ કોરોનાની સારવાર લઇ રહેલા ૭૬૧ દર્દીઓ એકટીવ છે. જયારે સિવીલમાં ૧૪૮ અને સ્મિમેરમાં ૧૦૪ દર્દીઓ સારવાર હેઠળ છે. જેથી લગભગ ૮૦ ટકા બેડો બંને હોસ્પિટલોમાં ખાલી જાવા મળી રહ્ના છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application