મહિલા અને બાળ વિકાસ વિભાગના મહિલા કલ્યાણ પ્રભાગ દ્વારા વર્ષ ૨૦૧૫ થી “બેટી પઠાવો-બેટી બચાવો” જન આંદોલન કાર્યાન્વિત કરાયું છે. જે અંતર્ગત મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા CRPFની મહિલા બાઇકર્સની ટીમ દ્વારા તા.૩ ઓક્ટોબરથી શરૂ થઇ તા.૩૧મી ઓક્ટોબર સુધી “મહિલા સશક્તિકરણ અને એકતા” સંદેશના દેશવ્યાપી ફેલાવા સાથે, ૧૫ રાજ્યો અને ૨ કેન્દ્ર શાસિત પ્રદેશોને આવરી લઇ, ગુજરાત રાજ્યના ૧૦ જિલ્લાઓ ખાતે કુલ-૩ ટીમ પૈકી બે ટીમમા કુલ ૨૩૦થી ૨૫૦ જેટલી મહિલા બાઇકર્સ તથા સહયોગી સ્ટાફ રતનાપુર ખાતેથી નીકળી, દક્ષિણ ગુજરાતના સાપુતારા ખાતેથી ગુજરાતમાં પ્રવેશી, થઇ કિલાદ કેમ્પ સાઇડ થઈ, એકતાનગર જવા માટે રવાના થઇ છે.
ઉલ્લેખનીય છે કે, ભારત દેશના ઉત્તરે શ્રીનગર, પુર્વ દિશામા શિંલોગ અને દક્ષિણે કન્યાકુમારીથી CRPFની મહિલા બાઇકર્સની ટીમે પોતાની યાત્રા શરૂ કરી છે. જેમાં કન્યાકુમારીથી શરૂ થયેલી યાત્રામાં અંદાજીત ૧૩૦ જેટલી મહિલા બાઇકર્સ સાપુતારામા પધારી હતી. જેઓનુ સાપુતારા સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે ભવ્ય સ્વાગત કરવામા આવ્યુ હતુ. આ પ્રંસગે ડેપ્યુટી કમાંન્ડર શ્રી રાજેન્દ્ર પ્રસાદે જણાવ્યુ હતુ કે, ભારત સરકાર દ્વારા દિકરા દિકરીઓમા ભેદભાવ દુર કરવા લોકોજાગૃતિ માટેના અનેક કાર્યક્રમો કરવામા આવે છે. જેના ભાગરૂપે CRPFની મહિલા બાઇકર્સની ટીમ જે “બેટી પઠાવો-બેટી બચાવો” નો નારો દેશ ભરમા ગુંજતો કર્યો છે. ગુજરાતમા પધારેલ CRPF ની મહિલા બાઇકર્સની ટીમનું જિલ્લાની બાળકીઓ દ્વારા ફુલ તથા શાલ ઓઠાવીને સ્વાગત કરવામા આવ્યુ હતુ. બાદમા આહવા તાલુકા પ્રમુખ તેમજ તાલુકા સદસ્યએ મહિલા બાઇકર્સની ટીમને લિંલી ઝંડી આપી આગળના પ્રવાસ માટે પ્રસ્થાન કરાવ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500