Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ખાનગી સ્કૂલમાં આયા તરીકે કામ કરનારી મહિલા સાથે દુષ્કર્મ, આરોપી બસ ડ્રાઈવરની ધરપકડ

  • December 02, 2022 

એક ખાનગી સ્કૂલમાં આયા તરીકે કામ કરનારી એક 37 વર્ષીય મહિલાનું બીજી સ્કૂલ બસ ડ્રાઈવર દ્વારા કથિત રીતે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. જોકે આ ઘટના તા.29 નવેમ્બરનાં રોજની છે. પીડિતાનાં 21 વર્ષીય પુત્ર અને તેના મિત્રોએ પશ્ચિમ નયનંદનહલ્લીના રહેવાસી આરોપી બસ ડ્રાઈવર શિવ કુમારને પકડ્યો અને તેને પોલીસને સોંપવા પહેલા તેને માર માર્યો હતો. મહિલા દ્વારા લેવામાં આવેલી બસની તસવીરનો ઉપયોગ કરી તેમણે આરોપી ડ્રાઈવરને ટ્રેક કર્યો હતો. હોસ્પિટલમાં દાખલ શિવકુમારે ડોક્ટરોને બુધવારે સવારે ફિટ જાહેર કર્યા બાદ રેપના આરોપમાં પોલીસે તેની ધરપકડ કરી છે. 



જયારે પીડિતા મંગળવારે સાંજે 6 વાગ્યે નયનંદલહલ્લી જંક્શન પર ખાલૂ બસમાં સવાર થઈ હતી. પોલીસની પૂછપરછમાં શિવકુમારે જણાવ્યું કે, તે કેંગેરી તરફ જઈ રહ્યો હતો અને મહિલાને ચંદ્રા લે આઉટ પર છોડી હતી. બીજી તરફ પીડિતાએ પોલીસ ફરિયાદમાં કહ્યું કે, ડ્રાઈવરે નગરબાવી સર્વિસ રોડ તરફ ગાડી ચલાવી હતી. બસને ઓછો પ્રકાશ પડે તેવા સ્થળે પાર્ક કરી અને મારું મોં બંધ કરી દીધુ અને મારી સાથે રેપ કર્યો.



ત્યારબાદ મને મારા ઘર નજીક છોડી દીધી. બસમાંથી ઉતર્યા બાદ મેં મારા મોબાઈલમાં બસની એક તસવીર ખેંચી લીધી હતી જેથી તેને પુરાવા તરીકે રાખી શકું. પીડિતાના પરિવારના જણાવ્યા પ્રમાણે 3 બાળકોની માતાએ પોતાને ઘરમાં બંધ કરી લીધી હતી. પીડિત મહિલાનાં પુત્રએ પોલીસને જણાવ્યું કે, ઘણી વિનંતી બાદ તેની માતાએ દરવાજો ખોલ્યો અને શું ઘટના બની હતી તે જણાવી. ત્યારબાદ માતાએ બસની તસવીર દેખાડી. ત્યારબાદ મિત્રો સાથે મળીને વાહનની તલાશ શરૂ કરી. મેં ઘણી દુકાનો અને ખાણીપીણીની દુકાનોમાં પૂછપરછ કરી કારણ કે, મને ખાતરી હતી કે બસ નજીકમાં જ ક્યાંક પાર્ક કરેલી હોવી જોઈએ. પોલીસના જણાવ્યા પ્રમાણે લગભગ 90 મિનિટ સુધી શોધ્યા બાદ યુવક અને તેના મિત્રોએ નયનદનાહલ્લી જંકશન પાસે પાર્ક કરેલી સ્કૂલ બસ જોઈ. વાહનની અંદર સૂઈ રહેલા શિવ કુમારને જગાડ્યો બસમાંથી બહાર નીકળતાની સાથે જ તેઓએ તેમના પર ધક્કો માર્યો અને બેરહેમીથી માર માર્યો અને મુસાફરોએ પોલીસ કંટ્રોલને ફોન કર્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application