રાજસ્થાનનાં જોધપુર જિલ્લાનાં શેરગઢ નજીક ભૂંગરા ગામમાં એક લગ્ન સમારોહ દરમિયાન ગેસ સિલિન્ડર ફાટવાથી અત્યાર સુધી 5 લોકોનાં મોત થયા છે. મૃતકોમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે. ત્યારે 61 લોકો દાઝી ગયા છે. CM ગેહલોત જોધપુર પહોંચ્યા હતા અને ઘાયલોને મળ્યા હતા. તમને જણાવી દઈએ કે, રાજસ્થાનનાં જોધપુર જિલ્લાનાં શેરગઢ નજીક ભૂંગરા ગામમાં એક લગ્ન સમારોહ દરમિયાન ગેસ સિલિન્ડર ફાટવાથી આશરે 61 લોકો દાઝી ગયા હતા. તમામ ઘાયલોને જોધપુર લઈ જવામાં આવ્યા હતા. લગ્ન સમારોહમાં સિનિન્ડર ફાટવાથી આગ લાગી ગઈ હતી. તેથી અફરાતફરી મચી ગઈ હતી. ત્યાં હાજર લોકો આગની લપેટમાં આવી ગયા હતા. તેમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે.
જોકે પોલીસ સ્ટેશન ઓફિસર દેવેન્દ્ર સિંહનાં અનુસાર આ દુર્ઘટનામાં 61થી વધુ લોકો દાઝી ગયા છે. મળતી મહિતી મુજબ પોલીસે નજીકના ટેન્કરોથી આગ ઓલવવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારબાદ જોધપુર, બાલોતરાથી ફાયર બ્રિગેડ મોકલવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર હિમાંશુ ગુપ્તા અને SP અનિલ કયાલ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જિલ્લા ક્લેક્ટરે આપેલી માહિતી અનુસાર આ દુર્ઘટનામાં સુરેન્દ્દ સિંહ, વરરાજાના પિતા તગત સિંહ અને તેની માતા દાખુ કવર તથા બહેન રસાલ કુંવર સહિત 61 લોકો દાઝી ગયા છે. પોલીસનાં જણાવ્યા અનુસાર શેરગઢનાં ભૂંગરાનાં રહેવાસી તગત સિંહના પુત્રનાં ગુરૂવારના રોજ લગ્ન હતા.
જાન રવાના થવાની હતી તેથી બધા ભેગા થયા હતા. આ દરમિયાન રસોઈયા પાસેનાં સિલિન્ડરમાં અચાનક વિસ્ફોટ થઈ ગયો હતો. એક પછી એક 5 સિલિન્ડર ફાટ્યા હતા. તેથી આગ લાગી ગઈ હતી અને ભોજન કરી રહેલા લોકો આગની લપેટમાં આવી ગયા હતા. આગની લપેટમાં સગત સિંહ અને તેમનો વરરાજા પુત્ર પણ ફસાયા હતા. સિલિન્ડર ફાટવાથી ઘરની છત ફાટી ગઈ હતી. સ્થાનિકોની મદદથી આગ પર નિયંત્રણ મેળવવામાં આવ્યું હતું અને આગમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
હોસ્પિટલમાં ગંભીર રીતે ઘાયલોનો ઈલાજ ચાલું છે. CM અશોક ગેહલોતે જોધપુરનાં કલેક્ટર સાથે વાત કરીને જરૂરી નિર્દેશ આપ્યા છે. CM ગેહલોતે ટ્વિટ કરીને કહ્યું હતું કે, જોધપુરમાં લગ્ન સમારંભમાં આગ લાગવાની ઘટનાને અનુલક્ષીને કલેક્ટર સાથે વાત કરીને નિર્દેશ આપ્યા છે. તમામ ઘાયલોનો યોગ્ય સારવાર સુનિશ્ચિત કરવામાં આવશે. હું તમામ ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તેવી ઈચ્છા રાખું છું. CM ગેહલોતે જોધપુરના કલેક્ટરને કોઈપણ પ્રકારની બેદરકારી ન રાખવાની સૂચના આપી છે. (ફાઈલ ફોટો)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500