સુરત શહેર જિલ્લામાં મોટાભાગના રેશનીંગ દુકાનદારો દ્રારા સરકારના આ નિયમનો સરેઆમ ભંગ કરતા હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. રેશનીંગ દુકાનદારો દ્વારા કા઼ર્ડધારના ફિંગર પ્રિન્ટ લીધા બાદ મળવા પાત્ર જથ્થાની વિગતો દર્શાવતી પાવતી આપવાના નિયમનો ભંગ કરી રહ્યા છે. રેશનીંગ દુકાનદારોની મનમાની છતાં પુરવઠા તંત્ર આ મામલે પગલા ભરતુ નથી કે કડક અમલવારી માટે દબાણ કરતુ નથી જે બાબત પુરવઠા ખાતામાં ચાલતા ગોલમાલ, ભ્રષ્ટચાર અને ગેરરીતીઓની ચાડી ખાય છે.
આ અંગેની વિગતો મુજબ સુરત શહેરમાં રેશનીંગનું અનાજ સગેવગે થવાના અનેક કિસ્સાઓ ભુતકાળમાં બની ચૂક્યા છે. સાચા લાભાર્થીને અનાજ મળતુ નથી. અથવા પુરતુ અનાજ મળતુ નથી અને રેશનીંગ અનાજ કાળાબજારમાં ફરતુ થઈ જાય છે. અમુક રાશનકાર્ડ ધારકો તો રેશનીંગની દુકાને વર્ષોથી ગયા નથી પણ તેમનુ રાશન કોણ લઈ જાય છે તેની તપાસ થતી નથી. ગરીબોના હક્કનું રાશન બારોબાર ઓળવી જવાના કિસ્સા સસ્તા અનાજની દુકાનના સંચાલકો કેટલાક ભ્રષ્ટ અધિકારી કર્મચારીની મીલીભગતમાં કૌભાંડો થતા હોવાનુ કહેવાય છે. ભુતકાળમાં કૌભાંડમાં સંડોવાયેલા રેશનીંગ દુકાનના સંચાલકો જેલવાસ પણ ભોગવી આવ્યાના દાખલા મોજુદ છે. આવા કૌભાંડ બાદ પણ રેશનીંગના સંચાલકો મનમાની કરી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે. લેપટોપના માધ્યમથી કાર્ડધારકનો અંગુઠો લઈને સીધુ અનાજ આપી દેવાય છે. પરંતુ અનાજ મળયા અંગે સ્લીપકાર્ડ ધારકને અપાતી નથી. આ બાબત ગેરરીતીને પ્રોત્સાહન આપી રહી છે. રેશનીંગ દુકાનોમાં ચાલી રહેલી અવ્યવસ્થા દુર કરવાની ફરિયાદો કાર્ડધારકોમાં ઉઠવા પામી છે.
અનાજનો જથ્થો ન લેવા જતા કાર્ડધારકોનો જથ્થો સગેવગે કરાય છે ?
કાર્ડ ધારકોની માંગ મુજબ દરેક રેશનીગંની દુકાનમાં પ્રિન્ટ ફરજીયાત રાખવામાં આવે, અનાજ મેળવ્યા અંગેની સ્લીપ ગ્રાહકોને આપવામાં આવે તેવી કાયમી અને નિયમીત વ્યવસ્તાની ગોઠવવી જોઈએ જેથી કરીને કાર્ડધારકો છેતરાય નહી અને તેમને મળવા પાત્ર પુરતુ અનાજ મળી રહે,ભુતિયા કાર્ડના આધારે તેમજ જે કાર્ડ ધારકો અનાજ લેવા ન આવતા હોય તેવા કાર્ડ ધારકોનુ અનાજ યેનકેન પ્રકારે અંગુઠો મુકીને બારોબાર સગેવગે થઈ રહ્યા હોવાની વ્યાપક ફરિયાદો પણ ઉઠવા પામી છે.
દર પંદર દિવસે દુકાનમાં તપાસ થવી જોઈએ
પુરવઠા નિરિક્ષક દ્વારા દરેક દુકાનની અંદર પંદર દિવસે વિઝિટ થવી જોઈએ કાર્ડ ધારકોને ફિંગર પ્રિન્ટ આપ્યા પછી તે્મને રસીદ મળે છે કે કેમ ? રસીદમાં દર્શાવ્યા મુજબનો જથ્થો કાર્ડ ધારકોને મળ્યો છે કે કેમ ? તે બાબતની પણ ચોક્કસ તપાસ થવી જોઈએ. રેશનીંગની દુકાન તેના નિયત સમયે ખુલ્લી રહે છે કે કેમ ? બોર્ડ પર હાજર સ્ટોકનો જથ્થો દર્શાવ્યા છે કે કેમ ? આ બાબતોની ખાતરી થવી જોઈએ જેથી કરીને રેશનીંગની દુકાનોમાં ચાલતી ગેરરીતઓ ડામી શકાય અને કાર્ડ ધારકોનું તેમના હકનું અનાજ કોઈપણ જાતની હેરાનગતિ વગર મળી રહે.
ગરીબી રેખા હેઠળ જીવતા પરિવારની એનએફએસએની સેકડો અરજીઓ પેન્ડીંગ
ગરીબી રેખા નીચે જીવતા પરિવારને ૨ અને ૩ રૂપિયા કિલો અનાજ મળવુ જોઈએ તેવી સરકારની નિતી છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે સાચા લાભાર્થીઓને પુરતુ અનાજ મળતુ નથી જયારે સુખી સંપન્ન પરિવારના લોકો એનએફએસએ કાર્ડ મેળવીને અનાજનો જથ્થો મેળવી રહ્ના હોવાનુ કહેવાય છે. એનએફએસ હેઠળ અનાજ મેળ તે માટે સાચા લાભાર્થીઅઓ કાર્ડ ધારકોએ ફોર્મ ભર્યા છે જે ઘણા મહિનાથી ધૂળ ખાઈ રહ્યા છે તેવા હજારો કાર્ડ ધારકોએ ફોર્મ ભયા હોવા છતાંયે હજુ સુધી આ પરિવારનો અનાજ મલતુ નથી અને એનએફએસએ કા઼ર્ડ સંખ્યા વધારવી જાઈએ એવી માંગ પણ ઉઠવા પામી છે.
૧૫ વર્ષથી એકપણ નવી રેશનીંગદુકાનના બ્લોક બહાર પડ્યા નથી.
છેલ્લા ૧૫ વર્ષથી નવી રેસનીંગ દુકાનો માટેના બ્લોક બહાર પડાયા નથી ફક્ત એટેચમેન્ટ દુકાનો પર આવીને સંતોષ મનાઈ રહ્યા છે એક કિલો મીટરના વિસ્તારોમાં દરેક કાર્ડ ધારકોને અનાજ મળવુ જોઈએ તેવો નિયમ હોવા છતાંયે તેનું પાલન થતુ નથી. કાર્ડધારકોને બે ત્રણ કિ.મી દુરની દુરની દુકાનેથી અનાજ મેળવવુ પડી રહ્યું છે. એકથી લઈને અનેક વખત ગેરરીતી ગોલમાલ, માલ સગેવેગ કરવાના કેસો રેશનીંગની દુકાનો પર થયા હોવા છતાંયે કડક પગલા લેવતા નથી અને લાયસન્સ રદ કરાતુ નથી ફક્ત ૯૦ દિવસ માટેનો પરવાનો રદ કરી સંતોષ મનાય છે દુકાનદારોને ડર ન હોવાથી ગરેરરીતીના કિસ્સા ઘટતા નથી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500