Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી પોલીસની પ્રસંસનીય કામગીરી : ઉચ્છલ માંથી લોખંડના સળિયા ચોરી કરતી ગેંગને ઝડપી પાડ્યા તો બીજા બનાવમાં કારમાં લઇ જવાતો ઈંગ્લીશદારૂના જથ્થા સાથે બે જણાને પકડ્યા

  • September 11, 2022 

તાપી જિલ્લા એલસીબી સ્કોર્ડ ટીમમાં ફરજ બજાવતા પોલીસ સ્ટાફના માણસોએ જિલ્લા એસપીની સુચના અને એલસીબીના પીઆઈના માર્ગદર્શન હેઠળ પોતાની સુઝબુઝ અને અંગત બાતમીદારોની મદદથી જિલ્લામાં ચાલતી ગેરકાયદેસરની પ્રવૃતિઓને અંજામ આપતા ગુન્હેગારોને ઝડપી પાડવા જિલ્લાના ઉચ્છલ સહિતના એરિયામાં પેટ્રોલિંગ હાથ ધર્યું છે,ત્યારે જિલ્લા એલસીબી સ્કોર્ડની ટીમે એકજ દિવસમાં એટલે તા.૯મી સપ્ટેમ્બર નારોજ ઉચ્છલ સાકરદા પાસેથી સળિયા ચોરી કરતી ગેંગને ઝડપી પાડ્યા તો બીજા બનાવમાં ચચરબુંદા પાસેથી કારમાં લઇ જવાતો ઈંગ્લીશ સાથે આરોપીઓને ઝડપી પાડી પ્રસંસનીય કામગીરી કરી હતી.




કારમાં લઇ જવાતો ઈંગ્લીશદારૂના જથ્થા સાથે બે જણાને પકડ્યા

તાપી જિલ્લા એલસીબી સ્કોર્ડ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ અરુણભાઈને મળેલ બાતમીના આધારે ઉચ્છલના ચચરબુંદા ગામની સીમમાંથી પસાર થતો નેશનલ હાઇવે નંબર ૫૩ ઉપર વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમી વાળી એક હુન્ડાઈ કંપનીની વરના કાર નંબર જીજે/૦૫/સીએચ/૩૭૨૧ ને અટકાવી તપાસ કરતા કારમાંથી ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની કુલ બોટલો નંગ ૩૬ જેની કિંમત રૂપિયા ૨૨,૫૦૦/-ના પ્રોહી મુદ્દામાલ સાથે કાર ચાલક (૧) ધર્મેશભાઈ જયંતીભાઈ ચૌહાણ હાલ રહે,કતારગામ સાંઈલીલા એપાર્ટમેન્ટ-સુરત મૂળ રહે,સાવરકુંડલા દેવળા ગેટ-અમરેલી (૨) કિશનભાઈ ભૂપતભાઈ ભટ્ટી હાલ રહે, પુણા ગામ બાલમુકુન્દ સોસાયટી-સુરત મૂળ રહે, ધારી હરીપરા-અમરેલી નાઓની અટકાયત કરી તેઓની પાસેથી ઈંગ્લીશ દારૂ સહિત મોબાઈલ ફોન નંગ-૨ જેની કિંમત રૂપિયા ૧૦ હજાર તેમજ કારની કિંમત રૂપિયા ૨ લાખ મળી કુલ રૂપિયા ૨,૩૨,૫૦૦/- (બે લાખ બત્રીસ હજાર પાંચસો) નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે એક આરોપીને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.



ઉચ્છલ સાકરદા પાસેથી સળિયા ચોરી કરતી ગેંગને ઝડપી પાડ્યા

જયારે બીજા બનાવમાં જિલ્લા એલસીબી સ્કોર્ડ ટીમના હેડ કોન્સ્ટેબલ જયેશભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ અરૂણભાઈને સળિયા ચોરી અંગેની મળેલ પાક્કી બાતમીના આધારે ઉચ્છલના સાકરદા ગામ નજીકના રેલ્વે ફાટક પાસે પોલીસ સ્ટાફના માણસોએ અલગ અલગ ટીમો બનાવી વોચમાં હતા તે દરમિયાન સળિયા ભરીને લઇ આવતી એક બોલેરો પીકઅપ ગાડી નંબર જીજે/૨૬/ટી/૮૯૦૭ રોડ પરના બમ્પર ના કારણે ધીમી પડતા ઝડપી પાડવામાં આવી હતી,જોકે બોલેરો ગાડીની આગળ અને પાછળ પાયલોટીંગ કરતી કેટીએમ બાઈક નંબર જીજે/૨૬/એડી/૨૯૦૯ અને હીરો પ્લેઝર મોપેડ નંબર જીજે/૨૬/ઈ/૯૭૬૦ ને પણ આયોજન પૂર્વક કોર્ડન કરી એલસીબી સળિયા ચોરી કરી લઇ જતી ગેંગના ચાર જેટલા આરોપીઓને ચોરીના સળિયા,બાઈક,ટેમ્પો સહિતના કુલ રૂપિયા ૮,૦૬,૦૦૦/- (આઠ લાખ છ હજાર)નો મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.



સળિયા ચોરી કરી લઇ જતા પકડાયેલ આરોપીઓ

આ મામલે એલસીબીએ સળિયા ચોરી કરી લઇ જતી ગેંગના (૧) સુનીલભાઈ ઉર્ફે ટાલો ઠાકોરભાઈ ગામીત (ઉ.વ.૩૦) રહે,ઘોડા ગામ પીપળ ફળિયું-સોનગઢ (૨) રાજુભાઈ નરસિંહભાઈ ગામીત (ઉ.વ.૩૦) રહે, ઉકાઈ વર્કશોપ-સોનગઢ (૩) અનવેલકુમાર સમુએલભાઈ ગામીત (ઉ.વ.૨૩) રહે,ભીંતખુર્દ મૌલી ફળિયું-ઉચ્છલ (૪) વિલેશભાઈ મગનભાઈ ગામીત (ઉ.વ.૨૩) સિંગલખાંચ મંદિર ફળિયું-સોનગઢ નાઓની અટકાત કરી વધુ તપાસ હાથ ધરી હતી.



સળિયા ચોરી કરતી ગેંગ પાસેથી કબજે કરવામાં આવેલ મુદ્દામાલ

(૧) ચોરીના ૮ એમએમ, ૧૦ એમએમ, ૧૨ એમએમ, તથા ૧૬ એમએમની આશરે ત્રીસેક જેટલી ભારીઓના આશરે ૨,૨૦૦ કિલોગ્રામ,જેની કિંમત રૂપિયા ૧,૩૨,૦૦૦/-ની મત્તાના લોખંડના સળિયા



સળિયા ચોરીમાં વપરાયેલ વાહનો

(૧) મહિન્દ્રા બોલેરો પીકઅપ ગાડી નંબર જીજે/૨૬/ટી/૮૯૦૭, જેની કિં.રૂ. ૫,૦૦,૦૦૦/- (પાંચ લાખ)

(૨) કેટીએમ બાઈક નંબર જીજે/૨૬/એડી/૨૯૦૯, જેની કિં.રૂ.૧,૫૦,૦૦૦/- (એક લાખ પચાસ હજાર)

(૩) હીરો પ્લેઝર મોપેડ ગાડી નંબર જીજે/૨૬/ઈ/૯૭૬૦, જેની કી.રૂ. ૧૫,૦૦૦/- (પંદર હજાર)

(૪) આરોપીઓ પાસેથી મળી આવેલ મોબાઈલ ફોન નંગ-૩ જેની કી.રૂ.૯,૦૦૦/- (નવ હજાર)




કામગીરી કરનાર તાપી જિલ્લા એલસીબી સ્કોર્ડ પોલીસ સ્ટાફના માણસો

(૧) એએસઆઈ અજયભાઈ (૨) હેડકોન્સ્ટેબલ જગદીશભાઈ જોરારામભાઈ (૩) હેડકોન્સ્ટેબલ સંદીપભાઈ (૪) હેડકોન્સ્ટેબલ જીગ્નેશભાઇ (૫) હેડકોન્સ્ટેબલ સોહનભાઈ (૬) હેડકોન્સ્ટેબલ પ્રદીપસિંહ (૭) પોલીસ કોન્સ્ટેબલ અરૂણભાઈ (૮) પોલીસ કોન્સ્ટેબલ જયેશભાઈ (૯) પોલીસ કોન્સ્ટેબલ વિજયભાઈ બબાભાઈ


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application