મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢ કિલ્લા પર આવતાં ટુરીસ્ટોની તેમજ સોનગઢ ટાઉનમાં મોટરસાયકલોને ટાર્ગેટ કરી છેલ્લા છ મહિનાથી ચોરી કરતા આરોપીને પોલીસે કુલ 7 મોટરસાઈકલ જેની કિંમત રૂપિયા 1,70,000/-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો તેમજ સાથે કુલ 6 ગુન્હાનો ભેદ પણ ઉકેલ્યો હતો. મળતી માહિતી મુજબ, તાપી એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી પોલીસ સ્ટાફનાં માણસોને આજરોજ સંયુક્ત રીતે બાતમી મળી હતી કે, સોનગઢ ટાઉન વિસ્તારમાં એક ઇસમ જેનું નામ સઇદ સલીમ ઘાંચી (રહે.સોનગઢ)નો પોતાના પાસે ચોરીની મોટરસાઈકલ સાથે ફરે છે.
જે મોટરસાયકલ કાળા કલરની ભુરા લાલ પટ્ટાવાળી સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ છે અને જેના આગળ તથા પાછળ નંબર પ્લેટ નથી. જે બાતમીનાં પોલીસ સ્ટાફના માણસોએ સોનગઢ રેલ્વે સ્ટેશન રોડ ઉપર સાર્થક હોસ્પીટલ સામેથી આવતા રેલ્વે સ્ટેશન તરફથી બાતમીવાળી નંબર વગરની કાળા કલરની ભુરા લાલ પટ્ટાવાળી સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ લઇને આવતા ઈસમને ર્ક્યો હતો અને જેના ઉપર શંક જતા વાહન ઉભુ રખાવી તેણે નીચે ઉતારી મોટરસાઈકલની માલિકી બાબતે આધાર/પુરાવા માંગ્યા હતા પરંતુ કડક રીતે પુછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો અને મોટરસાઈકલ તેણે આશરે એકાદ મહિના પહેલા સોનગઢ કિલ્લા ઉપરથી ચોરી કરેલ હોવાનું કબુલ્યું હતું તથા અન્ય મોટરસાયકલ પોતાના ઘરે સંતાડેલ હોવાનું પણ જણાવ્યું હતું.
ત્યારબાર ઝડપાયેલ ઈસમનું નામ પૂછતા તેણે પોતાનું નામ, સઇદ સલીમભાઈ ઘાંચી(વોરા) (ઉ.વ.38., ધંધો.મિકેનીક રહે.સોનગઢ, દેવજીપુરા, જુનાગામ પીપળ ફળીયુ, તા.સોનગઢ)નાંએ તાપી જીલ્લાના સોનગઢ કિલ્લા પર આવતા ટુરીસ્ટોની અને સોનગઢ ટાઉન ખાતેથી ચોરી કરેલ ચોરીની કુલ 7 મોટરસાયકલો જેની કિંમત રૂપિયા 1,70,000/-નાં મુદ્દામાલ રીકવર કરી જરૂરી કાર્યવાહી માટે સોનગઢ પોલીસ મથકે સોપવામાં આવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500