તાપી જિલ્લા માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘો દ્વારા શિક્ષકોના જુદા જુદા પ્રશ્નો બાબતે તાપી કલેકટર તેમજ જિલ્લા શિક્ષણાધિકારી ને આવેદનપત્ર આપી રજુઆત કરી આ રજુઆત સરકારશ્રી માં પહોંચાડવા વિનંતી કરવામાં આવી હતી.
આ આવેદનપત્રમાં સંઘોએ જણાવ્યું હતું કે, આ તમામ મુદ્દાઓ માટે સંઘો દ્વારા 2019માં બોર્ડની પરીક્ષાનો બહિષ્કાર કરવાની ચીમકી આપી હતી પરંતુ ત્યાર બાદ સરકાર દ્વારા સમાધાન કરી તમામ મુદ્દાઓનું નિરાકરણ કરવાની ખાત્રી આપેલ હતી પરંતુ એ કોઈ પણ પ્રશ્નોનું નિરાકરણ આજ સુધી કરવામાં આવેલ નથી. આ પ્રશ્નોમાં સાતમા પગારપંચના એરિયરસ પાંચ હપ્તામાં ચુકવવાની બાબત,ફાજલના રક્ષણના પરિપત્રમાં વિસંગતતા બાબત તેમજ જૂની પેન્સન યોજનાના અમલની બાબતનો સમાવેશ કરવામાં આવેલ છે.
આ ઉપરાંત જિલ્લા શિક્ષણાધિકારીને તાપી જિલ્લાના કર્મચારીઓના પી.એફ ખાતાઓ હજુ સુધી સુરત જિલ્લા માંથી તાપી જિલ્લામાં તબદીલ ન થતા કર્મચારીઓને પોતાના પી.એફ ની રકમ મેળવવા પડતી મુશ્કેલીઓ દૂર થાય તે માટે આ પ્રશ્નોનું ત્વરીત નિરાકરણ લાવવા માટે પણ આવેદનપત્ર આપવામાં આવેલ હતું. આ તમામ પ્રશ્નોનું નિરાકરણ ન આવે તો ટુક સમયમાં ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી સંઘો દ્વારા આપવામાં આવેલ છે.
આવેદનપત્ર આપતી વેળાએ તાપી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પ્રકાશ પરમાર, મહામંત્રી વિજય ચૌધરી, ઉપપ્રમુખ રુચિર દેસાઈ,સંજય પટેલ,વનેશ ઢોળીયા,ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ ના પ્રમુખ નવીન ગોહિલ,મહામંત્રી પ્રવીણ સોલંકી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500