ઉત્તરપ્રદેશના પરિણામો ભાજપ માટે ખૂબ જ ચોંકાવનારા સાબીત થયા છે. સૌથી વધુ 80 બેઠકો ધરાવતા રાજય પાસે કેન્દ્રની સત્તાની ચાવી હોવાનું માનવામાં આવે છે. ગત 2019ની લોકસભા ચુંટણીમાં ભાજપને 62 બેઠકો મળી હતી. જયારે વર્તમાન લોકસભા ચુંટણીના એકઝિટ પોલમાં ભાજપને યુપીમાં 75થી 77 બેઠકો મળશે તેવો દાવો કરવામાં આવતો હતો, અયોધ્યામાં રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થતા ઉતરપ્રદેશ ભગવા રંગે રંગાઇ ગયું હતું. વર્તમાન લોકસભા ચુંટણીની મત ગણતરીના વરતારા મુજબ કોંગ્રેસના નેતૃત્વમાં ઇન્ડિયા ગઠબંધન 80માંથી 44 બેઠકો પર સરસાઇ મેળવી હતી જેમાં સમાજવાદી પાટીર્ની 38 અને કોંગ્રેસની 6 બેઠકોનો સમાવેશ થતો હતો.
આમ રાહુલ અને અખિલેશની જોડી યુપીમાં 'ડબલ એન્જીન' સરકારને ભારે પડી હતી. ગત ચુંટણીમાં કોંગ્રેસે પરંપરાગત ગઢ ગણાતી અમેઠી બેઠક પણ ગુમાવવાનો વારો આવ્યો હતો. માત્ર રાયબરેલી બેઠક પરથી સોનિયા ગાંધી વિજયી બન્યા હતા. વર્તમાન લોકસભા ચુંટણીમાં રાયબરેલી ઉપરાંત સહરાનપુર, અલ્હાબાદ, બારાબંકી, સીતાપુર અને અમેઠી બેઠક પર કોંગ્રેસને જીત મળી છે. ઉત્તરપ્રદેશમાં ભાજપનું પ્રદર્શન અપેક્ષા કરતા ખૂબ નબળું રહયું છે સૌથી નવાઇની વાત તો એ છે કે, જે બેઠકમાં અયોધ્યા તીર્થનો સમાવેશ થાય છે તે ફૈઝાબાદ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર લલ્લુસિંહને 50 હજાર કરતા વધુ મતોથી સપાના ઉમેદવાર અવધેશસિંહે પરાજય આપ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500