Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અમદાવાદમાં અસામાજિક તત્વો ફરી થયા સક્રિય, યુવક પર જીવલેણ હુમલો કરી નાક કાપી નાખ્યું

  • May 06, 2024 

અમદાવાદ શહેરમાં અસામાજિક તત્વો ફરી સક્રિય થયા હોય અને શનતીધોળવાનો પ્રયાસ કર્યો હોય તેવો એક કિસ્સો બન્યો છે, અમદાવાદ શહેરના સોલા અને બોપલ વિસ્તારમાં રહેતા બે યુવકો કાર લઈને ચાંદલોડિયા દુર્ગા વિદ્યાલય પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કેટલાંક માથાભારે તત્વોએલૂંટનાઈરાદેકારનેરોકીને બંને યુવકોને માર મારી છરીથી નાક વાઢી નાખ્યું હતું. યુવક ઈજાગસ્ત થતાં હોસ્પિટલ સારવાર અર્થે ખસેડી સોલા પોલીસે હત્યાની કોશિષનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


અમદાવાદ શહેરમાં સોલામાં આવેલા ફોરમ બંગ્લોઝમાં રહેતા 21 વર્ષીય પ્રયાગ પટેલ અને મિત્ર દેવ રાઠોડ રાત્રિએ રાણીપમાં મિત્રનો જન્મ દિવસ ઉઝવી પરત ફરી રહ્યા હતા. દરમિયાન દુર્ગા વિદ્યાલય પાસે રસ્તામાં છ યુવકો બાઈક પર સવાર બે યુવકોને હેરાન કરી રહ્યા હતા. આ સમયે કારને જોતાં જ યુવકો કારમાં સવાર પ્રયાગ અને દેવને ઉતારી ઢોર માર માર્યો હતો. જેમાં એક વ્યક્તિએ પ્રયાગનેછરીથી માર મારવાનો પ્રયાસ કર્યો હતો. બંને યુવકોને ગંભીર ઈજા થતાં જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. હુમલાખોરો બાદમાં ફરાર થઈ ગયા હતા. પ્રયાગને લોહી નીકળતાં હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો હતો. આ અંગે સોલા હાઈકોર્ટ પોલીસે હત્યાની કોશિષનો ગુનો નોંધીનેકાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application