Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ખાખીને બદનામ કરતો વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

  • February 24, 2024 

ખાખીને બદનામ કરતો વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વાયરલ વીડિયો ખેડા પોલીસનો છે. જેમાં ત્રણ પોલીસ કર્મચારીઓ કોઇ બાબતે એકબીજાને માર મારતા વીડિયોમાં જોવા મળી રહ્યા છે. પોલીસકર્મીઓનો વીડિયો વાયરલ થતા ગુજરાત પોલીસની આબરૂના ધજાગરા ઉડ્યા છે. વીડિયો વાયરલ થતાં ત્રણેય પોલીસ કર્મીઓને હાલ લીવ રીઝર્વમાં મુકાયા છે. આ વાયરલ વીડિયોમાં દારૂની બોટલ જોવા મળે છે, ત્યારે સવાલ એ ઉભો થાય છે કે શું આ ઘટનામાં દારૂના કારણે કોઈ ઝઘડો થયો છે? કે પછી દારૂના નશામાં ત્રણેય અધિકારીઓ વચ્ચે આ બબાલ થઈ છે? જોકે હાલ આવી કોઈ બાબત સામે આવી નથી.


ખેડા જિલ્લાના ત્રણ પોલીસ ઈન્સ્પેક્ટરનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થયો છે. જેમા તેઓ એકબીજાને માર મારતા જોવા મળી રહ્યાં છે. મારામારીમાં એકબીજાને છોડાવતા પોલીસકર્મીઓનો વીડિયો વાયરલ થતા ગુજરાત પોલીસની આબરૂના ધજાગરા ઉડ્યા છે. વાયરલ વીડિયો થતાં પોલીસ કર્મીઓને હાલ લીવ રીઝર્વમાં મુકાયા છે. વાયરલ વીડિયોની ડીવાયએસી જાતે તપાસ કરશે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા ત્રણ પોલીસકર્મીઓમાં આર.કે,પરમાર, વાય.આર.ચૌહાણ અને એચ.બી.ચૌહાણનો વીડિયો વાયરલ થયો છે.  


ખેડા જિલ્લાના નડિયાદ ખાતે એક રૂમમાં કેટલાક માણસો મારામારી કરતા અને એકબીજાને છોડાવતા હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ છે જે વિડિયોના દ્રશ્યો જોતા એ લોકો પૈકી ત્રણ પોલીસ ઇન્સ્પેકટર હોવાનું માલુમ પડે છે જે શિસ્તબદ્ધ પોલીસ વિભાગને ન છાજે તેવું વર્તન જણાતા (૧)પોલીસ ઇન્સ્પેકટર, નડિયાદ ટાઉન (૨) પોલીસ ઇન્સ્પેકટર, નડિયાદ પશ્ચિમ (૩) પોલીસ ઇન્સ્પેકટર, વડતાલ તથા અન્ય ખાનગી માણસો હોવાનું જણાતા ઉપરોક્ત ત્રણેય પોલીસ ઇન્સ્પેકટરને તાત્કાલિક અસરથી લીવ રિઝર્વ કન્ટ્રોલ રૂમ ખાતે નિમણુંક કરવામાં આવ્યા છે અને વાયરલ વિડીયો આધારે ઉપરોક્ત તમામ જવાબદારો વિરૂદ્ધ શિસ્ત વિષયક પગલાં લઈ શકાય તે હેતુથી વાયરલ વીડિયો બાબતે નાયબ પોલીસ અધિક્ષક, નડિયાદ વિભાગને પ્રાથમિક ઇન્કવાયરી સોંપવામાં આવેલ છે અને ઇન્કવાયરી આધારે કસૂરવાર વિરૂદ્ધ શિસ્ત વિષયક પગલાં લેવામાં આવશે.


ખેડા જિલ્લાના ત્રણ પોલીસ ઈન્સ્પેક્ટરનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થયો છે. જેમા તેઓ એકબીજાને માર મારતા જોવા મળી રહ્યાં છે. પ્રાપ્ત માહિતી અનુસાર, વીડિયોમાં જે ત્રણ પોલીસ ઈન્સ્પેક્ટ જોવા મળી રહ્યા છે તે લીવ રિઝર્વમાં મુકાયેલા પોલીસ ઇન્સ્પેક્ટર હરપાલ બી. ચૌહાણ,યશવંત આર. ચૌહાણ અને વડતાલ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર આર કે. પરમાર છે. આ ત્રણ PI કંઈ બાબતે બબાલ કરી રહ્યા છે તે જાણવા મળી રહ્યું નથી. હરપાલ બી. ચૌહાણની નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનથી લીવ રિઝર્વમાં બદલી કરાઈ છે, યશવંત આર. ચૌહાણની નડિયાદ પશ્ચિમ પોલીસમાંથી લીવ રિઝર્વમાં બદલી કરાઈ છે અને વડતાલ પોલીસ સ્ટેશનના આર કે. પરમારને નડિયાદ ટાઉનનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application