Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રશિયા સામે વધુ એક આફત : 7.2ની તીવ્રતાના ભૂકંપને લીધે સમગ્ર વિસ્તાર હચમચી ગયો

  • August 18, 2024 

યુરોપિયન ભૂમધ્ય સાગર ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના અહેવાલ અનુસાર યુક્રેન સામે યુદ્ધ લડી રહેલા રશિયા સામે વધુ એક આફત આવી છે. અહીંના કામચટકા વિસ્તારના પૂર્વ કિનારે 51 કિ.મી.ની ઊંડાઈએ 7.2ની તીવ્રતાના ભૂકંપને લીધે સમગ્ર વિસ્તાર હચમચી ગયું હતું. સ્થાનિક મીડિયાના અહેવાલ અનુસાર દેશના પૂર્વ કિનારે આવેલા 7ની તીવ્રતાના ભયાનક ભૂકંપ બાદ કામચટકા વિસ્તારમાં આવેલો જ્વાળામુખી પણ ફાટી ગયો હતો. રશિયાની વિજ્ઞાન એકેડમીની એક શાખાના જણાવ્યાનુસાર જ્વાળામુખીમાંથી હવે રાખ ઊડી રહી છે. લગભગ 8 કિ.મી. દૂરથી પણ આ રાખ ઊડતી જોઈ શકાય છે. અમેરિકાના રાષ્ટ્રીય ચેતવણી કેન્દ્રએ કહ્યું કે ભૂકંપથી સુનામીનો પણ ખતરો છે પણ રશિયાના ઈમરજન્સી મંત્રાલયે કહ્યું કે સુનામીનો કોઈ ખતરો નથી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application