વ્યારાની સહયોગ ફાઈનાન્સ કંપનીના માલિક દ્વારા મહુવાના યુવકને લોન આપવાની લાલચ આપી પ્રોસિજર માટે ડિપોઝીટ અને ફાઈલના ચાર્જના નામે રૂપિયા 1.57 લાખ પડાવી લીધા બાદ પણ લોન કે ડિપોઝિટના નાણાં પરત ન આપી છેતરપિંડી કરી હોવાની ફરિયાદ વ્યારા પોલીસ મથકે નોંધવામાં આવી છે. મળતી માહિતી મુજબ વ્યારાના ઉનાઈ રોડ ઉપર આવેલ અંબાજી કોમ્પ્લેક્ષમાં દુકાન નંબર-106માં સહયોગ ફાઈનાન્સ કંપનીનાં માલિક દિગંતભાઈ આઈ. ગામીતએ જયનીલભાઈ વિનોદભાઈ પટેલ (રહે.કણબીવાળ ફળિયુ, ગાંગડીયા ગામ, તા.મહુવા, જિ.સુરત) નાએ પશુપાલનના વ્યવસાય માટે રૂપિયા 5,00,000/- લાખની લોન આપવાની લાલચ આપી હતી.
ત્યારબાદ જયનીલભાઈ પટેલને વિશ્વાસમાં લઈ લોન પ્રોસિજર માટેના ડિપોઝિટ અને ફાઈલ ચાર્જ લેવાના નામે પૈસા પડાવ્યા હતા તેમછતાં જયનીલભાઈ પાસે લોન પ્રોસિજર માટે ડિપોઝિટ ફાઇલ ચાર્જના નામે રૂપિયા 1,57,500/- પડાવ્યા હતા અને તે નાણાં દિગંતભાઈએ પોતાના અંગત માટે ઉપયોગ કર્યો હતો. ત્યારબાદ નાણાં આપ્યા ઘણો સમય વીતી ગયા હોવા છતાં પણ લોન ન મળતા જયનીલભાઈ પટેલે રૂપિયા 1,57,500/- પરત માંગ્યા હતા. ત્યારે દિગંતભાઈએ રૂપિયા 1,30,000/-નો HDFC બેંકનો ચેક આપ્યો હતો જે ચેક બેંકમાં જમા કરાવતા એકાઉન્ટમાં પર્યાપ્ત બેલેન્સ ન હોવાથી ચેક બાઉન્સ થયો હતો. બનાવ અંગે જયનીલભાઈ પટેલએ વ્યારા પોલીસ મથકે દિગંતભાઈ ગામીત વિરુદ્ધ અઈ.પી.સી. કલમ 406, 420 અને ગુજરાત નાણાં ધીરધાર કલમ 34, 44 હેઠળ ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500