જામનગરમાં વ્યાજખોરો સામેની પોલીસ જુમ્બેશ દરમિયાન એક મહિલાએ નામચીન વ્યાજખોર સામે ધીંગુ વ્યાજ વસૂલવા સબંધની ફરિયાદ નોંધાવી છે. રૂ.20,000 ની રકમ 10% લેખે વ્યાજે લીધા બાદ આ મૂડી પર 15 હજાર રૂપિયા ચૂકવી દીધા છતાં પણ આરોપીઓએ જામીનગીરી પેટે લીધેલ કોરા ચેકમાં રૂપિયા એક લાખ 15 હજારની મૂડી ભરી, ચેક બાઉન્સ કરાવી વ્યાજની પઠાણી ઉઘરાણી કરી હોવાની સીટી એ ડિવિઝન પોલીસમાં આરોપી સામે ફરિયાદ નોંધાવી છે.
જામનગરમાં સાધના કોલોની વિસ્તારમાં બીજા ગેટ પાસે બ્લોક નંબર એમ એકમાં રહેતી કોમલબેન સુરેશભાઈ ગિરધરલાલ શર્મા નામની મહિલાએ નામચીન વ્યાજખોર નિલેશભાઈ ઉદયશંકર દીક્ષિત પાસેથી રૂ.20,000 ની રકમ 10% ના વ્યાજે લીધી હતી. આ મુળી વ્યાજે લેતા સમયે આરોપી નિલેશે કોમલબેન પાસેથી સિક્યુરિટી પેટે સહી કરેલ કોરો ચેક લઈ લીધો હતો.
આ ચેકમાં રૂપિયા એક લાખ 15 હજારની રકમ ભરી આરોપી નિલેશ દીક્ષિતે બાઉન્સ કરાવ્યો હતો. કોમલબેને આરોપી નિલેશ દીક્ષિતને રૂપિયા 15000 ની રકમ ચૂકતે કરી દીધી હોવા છતાં પણ વ્યાજની પઠાણી ઉઘરાણી કરી ધાક ધમકી આપી હતી. જેને લઇને મહિલાએ આરોપી નિલેશ દીક્ષિતની સામે સીટી એ ડિવિઝન પોલીસમાં વ્યાજ વટાઉ અને ધાક ધમકી આપવા બાબત ફરિયાદ નોંધાવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500