Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઇસરોની વધુ એક સિદ્ધિ : આદિત્ય-L1એ સૂર્ય તરફ સફળ ઉડાન ભરી,જુવો વિડીયો

  • September 02, 2023 

હજુ 10 દિવસ પહેલા એટલે કે 23 ઓગસ્ટે ભારતે સ્પેસ ટેક્નોલોજીમાં પોતાની ક્ષમતા સાબિત કરી હતી.,જ્યારે ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચનાર પ્રથમ દેશ બન્યો. હવે ઇસરોએ સૂર્ય મિશન આદિત્ય L1ની સફળ શરૂઆત કરી છે.


ઈસરોના PSLV રોકેટનું દ્વારા આદિત્ય L1નું સફળ પ્રક્ષેપણ કરવામાં આવ્યું છે.પ્રથમ તબક્કામાં તેને પૃથ્વીની નીચેની ભ્રમણકક્ષામાં મોકલવામાં આવશે. બીજો તબક્કો પૃથ્વીની આસપાસ આદિત્ય એલ-1ની ભ્રમણકક્ષાને સતત વધારશે અને ઉપગ્રહને પૃથ્વીની ભ્રમણકક્ષામાંથી બહાર લઈ જશે. ત્રીજો તબક્કો સૂર્યયાનને પૃથ્વીના ગુરુત્વાકર્ષણમાંથી બહાર કાઢવાનો હશે. આ પછી, ઉપગ્રહ છેલ્લા તબક્કામાં એટલે કે Lagrange Point 1 પર સ્થાપિત થશે.



આદિત્ય L1 મિશનનો હેતુ સૂર્યના ઉપરના વાતાવરણનો અભ્યાસ કરવાનું રહેશે, તેના દ્વારા સૂર્યના બાહ્ય પડ વિશે માહિતી એકત્ર કરવામાં આવશે. આદિત્ય L1 એક ઉપગ્રહ છે. જેને 15 લાખ કિલોમીટર દૂર મોકલીને અંતરિક્ષમાં જ સ્થાપિત કરવામાં આવશે. ઉપગ્રહને L1 એટલે કે Lagrange Point 1 ની ભ્રમણ કક્ષામાં ઇન્સ્ટોલ કરવામાં આવશે. આદિત્ય L1 આ L1 પોઈન્ટ પર રહીને સૂર્યની આસપાસ પરિક્રમા કરશે.સતીશ ધવન સ્પેસ સેન્ટર (SDSC) SHAR, શ્રીહરિકોટા ખાતે ISROના સૌર મિશન આદિત્ય L-1ના પ્રક્ષેપણને જોવા માટે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application