ભરૂચ કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા અધિક નિવાસી કલેક્ટર એન આર ધાંધલના અધ્યક્ષ સ્થાને DLCC, DLRC & RSETIની બેઠક યોજાઈ હતી. આ વેળાએ અધિક નિવાસી કલેક્ટર એન આર ધાંધલ સાહેબના વરદ હસ્તે જિલ્લાના વાર્ષિક ક્રેડિટ પ્લાન-૨૦૨૩-૨૪નું વિમોચન કરાયું હતું. ભરૂચ જિલ્લાની લીડ બેન્ક, બેન્ક ઓફ બરોડા દ્વારા રૂ.૬૯૨૮.૪૩ કરોડનો ક્રેડિટ પ્લાન મંજૂર કરવામાં આવ્યો છે. આ પ્લાન અંતર્ગત વિવિધ ક્ષેત્રમાં લોન માટેની રકમ નક્કી કરવામાં આવી છે. જિલ્લાની ૩૦ બેન્કો દ્વારા ક્રેડિટ પ્લાનમાં મુખ્યત્વે પ્રાથમિકતા પ્રાપ્ત ક્ષેત્ર જેમાં ખેતી માટે રૂ..૩૯૧૧.૧૯ કરોડ, નાના ઉદ્યોગો માટે રૂ..૨૧૮૨.૮૦ કરોડ તથા અન્ય પ્રાથમિક ક્ષેત્ર જેમાં હાઉસિંગ લોન રૂ..૫૯૪.૧૮ કરોડ,શિક્ષણ લોન માટે રૂ..૭૮.૮૮ કરોડનો લક્ષ્યાંક રાખવામા આવ્યો છે.
રાષ્ટ્રીયકૃત બેન્કોને રૂ.૩૪૬૨.૦૭ કરોડનો લક્ષ્યાંક આપ્યો છે. જેમા બેન્ક ઓફ બરોડાને રૂ.૧૫૬૧.૩૯ કરોડ, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાને રૂ.૬૫૩.૦૩ કરોડ, ભરુચ ડિસ્ટ્રિક્ટ બેંકને રૂ.૮૦૪.૪૧.કરોડ, ગ્રામીણ બેંકને રૂ.૫૮૩.૬૩ કરોડ તેમજ તમામ ખાનગી બેન્કોને રૂ.૨૦૫૯.૧૨ કરોડનો લક્ષ્યાંક ફાળવેલ છે. આમોદ તાલુકાને રૂ..૨૪૯.૨૨ કરોડ, અંકલેશ્વર તાલુકાને રૂ..૧૫૯૮.૫૯ કરોડ, ભરુચ તાલુકાને રૂ..૩૦૬૬.૪૧ કરોડ, હાંસોટ તાલુકાને રૂ..૨૧૪.૨૯ કરોડ, જંબુસર તાલુકાને રૂ..૩૬૮.૭૨ કરોડ, ઝગડિયા તાલુકાને રૂ..૪૨૯.૭૧ કરોડ, વાગરા તાલુકાને રૂ.૬૩૬.૨૦ કરોડ, વાલિયા તાલુકાને રૂ..૧૮૬.૩૪ કરોડ તેમજ નેત્રંગ તાલુકાને રૂ..૧૭૮.૯૫ કરોડનો લક્ષ્યાંક ફાળવેલ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500