અંકલેશ્વર ની શ્રી ગણેશ FIBC પ્રાઇવેટ લિમિટેડ કંપની માં થયેલ ઘરફોડ ચોરી મામલે પાંચ ઇસમોની પોલીસે ધરપકડ કરી છે. મળતી માહિતી અનુસાર ગત તારીખ ૧૭મી સપ્ટેમ્બરના રોજ અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં આવેલ ગીરીરાજ હોટલ નજીક ગણેશ એફ.આઈ.બી.સી. કંપનીમાં ત્રિકાલ ઇલેક્ટ્રિકલ એન્ડ રિવાઇડીંગ વર્કસને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ ગોડાઉનના પાછળના ભાગની ગ્રીલ તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને અંદર રહેલ ૨૦ મોટર મળી કુલ રૂપિયા ૮૦ હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા ત્યારે ચોરી અંગે પરેશ લાલજી રાદડિયાએ જીઆઇડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે ચોરીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી તે દરમિયાન પોલીસે મૂળ કવાંટ અને હાલ પટેલ નગર પાછળ ઝૂંપડપટ્ટીમાં રહેતા 5 શખ્સોને ઝડપી પાડ્યા હતા. આ સાથે જ પોલીસે ચોરી થયેલ તમામ મોટર અને એક મોપેડ મળી કુલ કિંમત રૂપિયા 1.40 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે મામલે આરોપી નંબર (૧) અનવર ઉદેસિંગ ભાઈ રાઠવા (૨) મુકેશ ઠાકોર ભાઈ જોગી (૩) જીગ્નેશ રણજીત ભાઈ રાઠવા (૪) સુતરેશ વરજુભાઈ રાઠવા તેમજ (૫) સંતોષ મધુ કરાન્ડે નામના ઇસમોની ધરપકડ કરી તમામ આરોપીઓ સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application