ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓ તરફથી ડ્રાઇવ દરમ્યાન અસરકારક કાર્યવાહી કરવા મળેલ સુચના અનુસંધાને ભરૂચ એલ.સી.બી ના પોલીસ ઇન્સ્પેકટર જે.એન.ઝાલા નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી ની ટીમ અંક્લેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગ મા હતી.
દરમ્યાન મળેલ બાતમી આધારે અંક્લેશ્વર GIDC વિસ્તારમાં રાજપીપળા રોડ ઉપર મીરાનગર પાસે આવેલ આઝાદનગર ખાતેથી એક રૂમમાં સંતાડેલ ગેરકાયદેસરના ભારતીય બનાવટના વિદેશીદારૂ ની કુલ બોટલો નંગ -૭૨૦ જેની કુલ કી.રૂ.૦૧,૦૦૮૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૦૧ કી.રૂ.૫૦૦૦/- મળી કુલ કી.રૂ. ૦૧,૦૫,૮૦૦/ - નો મુદ્દામાલ સાથે દિલીપભાઇ સોમાભાઇ પરમાર રહે, વિહારધામ સોસાયટી મકાન નં-૧૩૫ સારંગપુર તા.અંક્લેશ્વર જી-ભરૂચ મુળ રહે-વહાલુ તા.જી.ભરૂચ ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. (હનીફ માંજુ દ્વારા અંકલેશ્વર)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500